અમરેલી

અમરેલી પાલિકાનાં ભાજપી શાસકોનાં નિર્ણયને આવકારતા વેપારી આગેવાનો

અમરેલી પાલિકાનાં અગાઉનાં શાસકોએ મકાન વેરા, પાણીવેરામાં તોતિંગ વધારો કરતાં શહેરીજનોમાં રોષનો માહોલ ઉભો થયો હોય પાલિકાનાં નવનિયુકત ભાજપી શાસકોએ વેરાનાં વધારાનો નિર્ણય રદ કરતાં ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર અને વેપારી મહામંડળે શાસકોનો આભાર માનેલ છે.

વેપારી સંગઠને એક નિવેદનમાં જણાવેલ છે કે, મુકેશભાઈ સંઘાણી તથા તુષારભાઈ જોષી                 તથા ભાવેશભાઈ સોઢા, સુરેશભાઈ શેખવાએ નગરપાલિકાની ચૂંટણી અન્‍વયે અમરેલીની તમામ                 જનતાને આપેલ વચન મુજબ અગાઉના બોર્ડ વખતે થયેલ કમ્‍મરતોડ ઘરવેરા તથા પાણીવેરામાં વધારો કરેલ. જે હાલના મહામારીના સમયમાં જનતા સહન કરી શકે  તેમ ન હોય એક વર્ષ માટે વેરા વધારો મૌકુફ રાખેલ છે તે આવકારને પાત્ર છે.

આ બાબત અમરેલી શહેરના તમામ વેપારી સંગઠનો બોર્ડના તમામ સભ્‍યો તથા ભાજપના તમામ અગ્રણીઓનો આભાર માને છે તેમજ દરેક વેપારીસંગઠનો તથા તમામ વેપાર મિત્રો પ્રજાલક્ષી નિર્ણયોમાં આપની સાથે રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

Related Posts