કોરોના વાયરસ સંક્રમણનો એકમાત્ર વિકલ્પ વેકિસન હોવાનાં કારણે જન આરોગ્યની સુખાકારી અને વાયરસનાં સંક્રમણને અટકાવવા સરકાર ઘ્વારા વેકિસનેશન ઉપર ભાર મુકવામાં આવેલ છે. તેમ છતાં પણ ઘણા લોકો વેકિસનની અવગણનાં કરી રહેલ છે. જેના કારણે સંક્રમણ થવાનો ભય સેવાઈ રહેલ છે. આવી પરિસ્થિતિમાં અમરેલી નગરપાલિકામાં આવતા અરજદારોએ વેકિસન લીધેલ હશે તો જ સેવા પુરી પાડવાનો આગ્રહ સાથેનો પરીપત્ર કરવામાં આવેલ હતો.
કોરોના વાયરસે હજુ સંપૂર્ણ વિદાય લીધેલ નથી. ત્યારે કોરોના વાયરસથી બચવા વેકિસન જરૂરી છે. જન આરોગ્યની સલામતી અંગે સરકાર મફતમાં વેકિસન આપી રહેલ છે તેમ છતાં પણ ઘણા લોકો વેકિસન લેતા નથી. સરકારનાં તા. રપ/6/ર1નાં હુકમ મુજબ કોરોના વાયરસ વેકિસનનો પ્રથમ ડોઝ લીધા બાદનિયત સમય મર્યાદામાં બીજો ડોઝ લેવો ફરજીયાત છે. આથી અમરેલી નગરપાલિકાનાં ચીફ ઓફિસર આર.જી. ઝાલાએ જાહેર જનતાનાં આરોગ્ય હિતાર્થે એક પરીપત્ર કરવામાં આવેલ હતો. જેમાં અમરેલી શહેર, જીલ્લાનાં તમામ નાગરીકો, અરજદારોએ અમરેલી નગરપાલિકા ઘ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે, જન્મ-મરણ, લગ્ન નોંધણી, રહેવાસી, ફાયર એનઓસી સહિતનાં પ્રમાણપત્ર મેળવવા, નળ કનેકશન લેવા, આવકનું પ્રમાણપત્ર, આધારકાર્ડ-સુધારા, મિલ્કત ટ્રાન્સફર, રસ્તા, સફાઈ, ભૂગર્ભ ગટર સફાઈ, કચરો ભરાવવો, આરોગ્ય લગત કોઈ પણ ફરિયાદ, બાંધકામ રજાચીઠ્ઠી, ફુડ લાયસન્સ, આવાસ યોજના, વિધવા પ્રમાણપત્ર સહિતની પાલિકા ઘ્વારા પુરી પાડવામાં આવતી તમામ સેવાની ફરિયાદો તેમજ પ્રમાણપત્ર મેળવવા કોરોના વેકિસન લીધેલ હોવા અંગેનું પ્રમાણપત્ર અરજી સાથે તેમજ ફરિયાદ સમયે રજૂ કરવાનું રહેશે.



















Recent Comments