અમરેલી નગરપાલિકાની વેરા વસુલાત ટીમ ઘ્વારા શહેરનાં એક કાપડનાં વેપારી પાસેથી બાકી વેરા રકમ પેટેનો ચેક લીધેલ હતો. વેપારીએ પાલિકાની વેરા શાખામાં ધસી આવી કર્મચારી પાસેથી ચેક પરત લઈ ફાડી નાખી કર્મચારી સાથે હાથાપાઈ કરી લુખ્ખાગીરી કરતાં પાલિકાનાં તમામ કર્મચારીઓ વીજળીક હડતાલ ઉપર ઉતરી પોલીસ સ્ટેશને દોડી ગયેલ હતા. વેપારીએ ઉભા-ઉભા બાકી રૂા. પ6 હજાર ભરી પોતે કર્મચારી સાથે કરેલ ગેરવર્તન અંગેનું માફીપત્ર લખી આપતાં હડતાલ સમેટાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી પાલિકા ઘ્વારા હાલ ખાસ વેરા વસુલાત ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં શહેરનાં પાંચ જેટલા વેપારીઓની દુકાનો ભાડાની રકમ, વેરાની રકમ વસુલવા સીલ કરવામાં આવેલ હતી. આજરોજ વેરા અધિકારી ભરત દૂધરેજીયા, એ.વી. મસે, દિલીપ વઘાસીયા, નેવીવાલા, કિરીટરાજા, ભરત ધાનાણી, દિપક ગળથીયા સહિતની ટીમ ઢોલ-નગારા સાથે વસુલાત માટે નીકળેલ હતી. ઈન્દીરા શોપિંગ સેન્ટરમાં આવેલ પારેખ હેન્ડલુમ હાઉસ નામની દુકાનનો બાકી વેરો રૂા. 60 હજાર વસુલવા દુકાન ઉપર ગયેલ હતા. વેપારીએ બાકી વેરા પેટેનો ચેક આપેલ હતો. વસુલાત ટીમ અન્ય બાકીદારો પાસેથી રકમ વસુલી પરત ઓફિસે આવેલ હતી. આ અરસામાં અમીન ગફારભાઈ પારેખ નામનો વેપારી પાલિકાની વેરા શાખામાં ધસી આવેલ હતો અને વસુલાત કર્મચારીઓ સાથે ગેરવર્તણૂંક કરવા લાગેલ હતો. વેપારીએ કર્મચારી પાસેથી ચેક પરત લઈ સ્થળ ઉપર જ ફાડી નાખેલ હતો અને કર્મચારીઓને કહેલ કે સાંજે દુકાને આવીને રૂપિયા લઈ જજો તેમ કહી જોરશોરથી બરાડા પાડવા લાગેલ હતો અને પાલિકા કચેરીમાં લુખ્ખાગીરી ઉપર ઉતરી આવી એક કર્મચારી સાથે હાથાપાઈ ઉપર ઉતરી આવતાં પાલિકાની તમામ શાખાનાં કર્મચારીઓએ ઓફિસને તાળા મારી વીજળીક હડતાલ ઉપર ઉતરી જતાં અરજદારો અટવાઈ પડેલ હતા.
આવા વેપારી સામે પગલા ભરવા ચિફ ઓફિસર એલ.જી. હુણ, એચ.પી. ખોરાસીયા, એચ.જે. દેસા સહિતનાં તમામ અધિકારીઓ- કર્મચારીઓ સીટી પોલીસ મથકે દોડી ગયેલ હતા. પીઆઈ જે.જે. ચૌધરી તેમજ પીએસઆઈ વી.વી. પંડયા ઘ્વારા વેપારી અમીન ગફારભાઈ પારેખને પોલીસ મથકમાં બેસાડીદેવામાં આવેલ હતો. વેપારએ તાત્કાલીક બાકી રકમ રૂા. પ6 હજાર ભરપાઈ કરેલ હતી તેમજ પોતે પાલિકા કચેરીમાં કર્મચારીઓ સાથે કરેલ ગેરવર્તન અંગે માફીપત્ર લખી આપેલ હતું. જેથી વેપારી સામે ચિફ ઓફિસર ઘ્વારા ફરિયાદ નોંધવાનું માંડી વાળેલ હતું અને બે કલાકની વીજળીક હડતાલ સમેટાઈ જતાં તમામ શાખાનાં કર્મચારીઓ પોતાની ફરજ ઉપર હાજર થઈ ગયેલ હતા. કર્મચારી સાથેનાં ગેરવર્તનનાં કારણે વેપારીને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વખત આવેલ હતો.
Recent Comments