અમરેલી પુરવઠા તંત્ર દ્વારા છ વ્યાજબી ભાવની દુકાનોને રૂ.૧૩.૫૨ લાખનો દંડ અને રૂ.૧.૫૬ લાખની ડીપોઝીટ રાજ્યસાત કરાઈ : ૭ દુકાનોના પરવાના રદ અને ૩ દુકાનના પરવાના સસ્પેન્ડ
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી જુન ૨૦૨૧ થી ઓક્ટોબર-૨૦૨૧ દરમિયાન જીલ્લા પુરવઠા અધિકારીશ્રી,અમરેલીનાં માર્ગદર્શન તળે ઝુંબેશ સ્વરૂપે પુરવઠાની તપાસણી કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં છેલ્લા છ માસમાં ૧૩૨ વ્યાજબી ભાવની દુકાનોની તેમજ અન્ય તપાસણી કરવામાં આવેલ છે, જેમાં ૧૫ વ્યાજબી ભાવની દુકાનોમાં જુદી જુદી ક્ષતિઓ અન્વયે રૂ.૫,૮૨,૧૬૮/- નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. અને રૂ.૭,૭૦,૩૭૬/-નો અનાજનો જથ્થો રાજ્યસાત કરવામાં આવેલ છે. તેમજ અન્ય ગેરરીતીઓ સબબ છ વ્યાજબી ભાવની દુકાનોને રૂ.૧૩,૫૨,૮૧૭/-નો દંડ અને રૂ.૧,૫૬,૫૦૦/-ની ડીપોઝીટ પણ રાજ્યસાત કરવામાં આવેલ છે. જીલ્લાની વ્યાજબી ભાવની ૦૭ દુકાનનાં પરવાનાં રદ અને ૦૩ દુકાનનાં પરવાના સ્પેન્ડ કરવામાં આવેલ છે.
ઉપરાંત જિલ્લામાં બાયોડીઝલનાં નામે ભેળસેળવાળા પેટ્રોલીયમ પદાર્થ વેચતા ઇસમો સામે છેલ્લા છ માસમાં ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં ૦૬ કેસોમાં રૂ.૩૬,૬૬,૭૩૪/-નો જથ્થો સીઝ કરવામાં આવેલ તે પૈકી રૂ.૨૪,૮૧,૬૬૩/-નો જથ્થો રાજ્યસાત કરી ૦૬ ઇસમો તથા અન્ય અજાણી વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદો દાખલ કરવામાં આવેલ છે. જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો અને ગેરકાયદે બાયોડીઝલ ના નામે ભેળસેળયુક્ત પેટ્રોલીયમ પદાર્થો વેચનાર સામે કલેક્ટરની સૂચનાનુસાર આજ પ્રમાણે આગામી સમયમાં પણ સઘન તપાસણી કાર્યવાહી ઝુંબેશ સ્વરૂપેચાલુ રાખવામાં આવનાર છે
Recent Comments