અમરેલી-પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનો વીડિયો થયો વાયરલ
અમરેલી-પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પરેશ ધાનાણી રામધૂન ગાતા અને મંજીરા વગાડતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. અમરેલીના જેસીંગપરા ખાતે નવા રામજી મંદિર ખાતે અખંડ રામધૂન હતી. રામધૂનના 8 માં વર્ષીકોત્સવ નિમિતે અખંડ રામધૂનનું આયોજનક રવામાં આવ્યું હતું.
જેમાં પૂર્વ નેતા વિપક્ષ દ્વારા અખંડ શ્રી રામ જય રામ જય જય રામની રામધૂન લેતો વીડિયો વાયરલ થયો હતો. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપની જેમ કોંગ્રેસે પણ રામના નામનો સહારો લીધો હોય તેવું લાગે છે. ભાજપના નકશે કદમ પર કોંગી નેતાઓ સામે આવી રહ્યા છે. રામધૂન લેતા નેતા વિપક્ષ પરેશ ધાનાણીનો વીડિયો ગઈકાલનો છે.
Recent Comments