ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના પાસીંગવાળા વાહનો વર્ષ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ના સમયગાળા દરમ્યાન અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી. એક્ટ કલમ ૨૦૭ હેઠળ કબ્જે કરવામાં આવ્યા હતા. આ વાહનોના મુળ માલીક અથવા ચાલકો દ્વારા લાંબા સમયથી વાહનોને છોડાવી જવા અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. પોલીસ સ્ટેશનમાં વાહનોની યોગ્ય સાચવણીના અભાવે વાહનોની કિંમતમાં તેમજ કાર્યક્ષમતામાં દિન પ્રતિદિન ઘટાડો થાય છે. આ પરિસ્થિતિના નિવારણ માટે અને કાયમી નિકાલ માટે આ વાહનોની જાહેર હરાજી કરવી યોગ્ય જણાય છે. આ કોષ્ટકમાં જણાવેલ રજી.નંબર તેમજ મોડલના વાહનોના માલીકો ચાલકોને આગામી ૧૦ દિવસમાં આ વાહનો છોડાવી જવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. જે. ચૌધરીની યાદીમાં જણાવાયું છે.
અમરેલી પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન કબ્જે કરવામાં આવેલા વાહનો છોડાવવા જોગ

Recent Comments