fbpx
અમરેલી

અમરેલી પોલીસ હેડક્વાટર્સ ખાતે નવરાત્રી-૨૦૨૨ નું ભવ્ય આયોજન

અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સતત ત્રીજા વર્ષે પોલીસ હેડ ક્વાટર્સ અમરેલી ખાતે તા .૨૬ / ૦૯ / ૨૦૨૨ થી તા .૦૪ / ૧૦ / ૨૦૨૨ સુધી સુપ્રસિધ્ધ ગાયક કલાકાર પુનમબેન ગોંડલીયા તેમજ ઓર્કેસ્ટ્રા ટીમના સુમધુર સંગીતના તાલે નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવનાર હોય , જેથી સમગ્ર અમરેલી જિલ્લાની ઉત્સવપ્રેમી જનતાને નવરાત્રીના કાર્યક્રમમાં પધારવા તેમજ ખેલૈયાઓને ભાગ લેવા અમરેલી જિલ્લા પોલીસ પરીવાર વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે . નોંધ – (1) નવરાત્રીના કાર્યક્રમમાં ખેલૈયાઓ તેમજ પ્રેક્ષકોને વિનામુલ્યે પ્રવેશ રહેશે . (2) નવરાત્રીના કાર્યક્રમમાં ખેલૈયાઓ તરીકે કોઇ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે . (3) નવરાત્રીના કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલૈયાઓને રોજેરોજ ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે . તેમજ નવરાત્રીના છેલ્લા દિવસે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલૈયાઓને ભવ્ય ઇનામો આપવામાં આવશે .

સ્થળ – પોલીસ હેડ કવાટર્સ , ચિતલ રોડ , અમરેલી . સમય:- :- રાત્રીના ૦૯/૩૦ વાગ્યાથી .

Follow Me:

Related Posts