fbpx
અમરેલી

અમરેલી ફોરવર્ડ સર્કલ થી નાગનાથ મંદિર સુધી સર્કુલર રૂટ પર દેશની આન,બાન અને શાન એવા તિરંગા સાથે ભવ્ય બાઈક રેલી યોજાઈ

સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હર ઘર તિરંગા અભિયાન શરુ છે. ગુજરાતના દરેક ઘર અને સરકારી ઈમારતો પર તિરંગો હવામાં લહેરાવવામાં આવ્યો છે. ઇતિહાસના પાના પર નજર કરીએ તો, તિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે તા.૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો. તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે.

હર ઘર તિરંગા અભિયાનના ભાગરુપે અમરેલી શહેરના ફોરવર્ડ સર્કલ થી નાગનાથ મંદિર સુધી સર્ક્યુલર રુટ પર દેશની આન, બાન અને શાન એવા તિરંગા સાથે ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી.હર ઘર તિરંગા અભિયાન અન્વયે યોજવામાં આવેલી આ ભવ્ય બાઈક રેલીમાં અમરેલી પ્રાંત અધિકારી શ્રી નાકિયા, નાયબ જિલ્લા પોલીસ અધિકારી શ્રી ગોહિલ સહિત શહેર પોલીસ અને વિવિધ કચેરીઓના અધિકારીશ્રી-કર્મચારીશ્રી અને શહેરના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે અમરેલી શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું.

અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. શાળા અને કોલેજ કક્ષાએ દેશભક્તિની થીમ સાથે ચિત્ર, વકતૃત્વ, ગીત સ્પર્ધાઓ અને બાળ નાટ્ય યોજવામાં આવ્યા હતા.અમરેલી જિલ્લો હર્ષોલ્લાસ સાથે હર ઘર તિરંગા અભિયાનને આવકાર આપીને દેશભક્તિના રંગોમાં રંગાયો છે. દેશના રાષ્ટ્ર ધ્વજને ગરિમાપૂર્ણ રીતે સન્માન આપીને આપણા ઘર, કચેરી સહિતના સ્થળો પર તિરંગો લહેરાવીએ અને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts