અમરેલી બહારપરા વિસ્તારનો પ્રાણ પ્રશ્ન હલ કરતા : પરેશ ધાનાણી

અમરેલી શહેરમાં આવેલ પછાત વિસ્તાર આવેલ છે, આ વિસ્તારમાં પીવાના પાણીની, આંગણવાડીની,તથા રોડની સુવિધાનો અભાવ હતો, આથી બહારપરા રહીશોએ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટ માંથી અમરેલી શહેરમાં બહારપરા વિસ્તારમાં આંગણવાડીની કંમ્પાઉન્ડ વોલ, ૩ નવા બોર તથા હેન્ડ પંપ સેટ તેમજ બ્લોક રોડ બનાવવાના કામે નાણાંની ફાળવણી કરેલ છે. અને આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. બહારપરાના રહીશોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો.
.
Recent Comments