ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે અમરેલીની પાંચ બેઠકો પર મતદાન યોજાયું છે. જિલ્લાની પાંચ બેઠક પર નવ વાગ્યા સુધી 4.68 ટકા મતદાન થયું છે. જેમાં અમરેલી બેઠક પર 5.26 ટકા, ધારી બેઠક પર 4.70 ટકા, રાજુલા બેઠક પર 5.05 ટકા, લાઠી બેઠક પર 3.98 ટકા અને સાવરકુંડલા બેઠક પર 4.25 ટકા મતદાન થયું છે. અમરેલીમાં પરેશ ધાનાણી સાઇકલ પર ગેસની બોટલ સાથે લઇ જઇને મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ઈશ્વરીયા મહાદેવના દર્શન કરીને મતદાન કર્યું છે. અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામે 95 વર્ષના જીવુબેન વામજાએ મતદાન કર્યું. અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ પોતાના ગામ દેવરાજીયા ગામ ખાતે સજોડે મતદાન કર્યું. સાવરકુંડલાના કાક્રચ ગામે પ્રતાપ દુધાતે મતદાન કર્યું છે.
અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ પોતાના ગામ દેવરાજીયા ગામ ખાતે સજોડે મતદાન કર્યું

Recent Comments