આજરોજ આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા જે વર્ષ 1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું તારીખ 26 જુલાઈ 1999 ની રોજ ભારતે પાકિસ્તાનની ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજય દિવસ શહીદોને યાદ કરવાનો દિવસ છે. એ વીરોને યાદ કરવાનો દિવસ છે જેમને પોતાના પ્રાણની આહુતિ આપી હતી અને લડીને જીત આપવી હતી. પોતાના પરિવારને છોડીને બોર્ડર પર આપણા દેશની રક્ષા કરી હતી. આપણે એ રુણ ચુકવી શકીયે નહીં પરંતુ શહિદો અને લડવૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, અમરેલી શહેરમાં આવેલ સહિદ સ્મારક સ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સહિદ સ્મારકની સાફ સફાઈ કરીને સ્મારકની ફૂલોથી શણગારીને દેશ માટે થયેલા શહીદો અને લડેલા તમામ સૈનિકોને સન્માન આપી નતમસ્તક વંદન કરેલ જે અંતર્ગત માજી સૈનિક પ્રમુખ વિનુભાઈ જાવિયા, નિકુંજભાઈ સાવલિયા, રવિભાઈ ધાણાની, ભાર્ગવભાઈ મહેતા, જયદીપભાઈ પાંચાણિ, પ્રિતેશભાઈ ચૌહાણ, કેવિનભાઈ ગજેરા, પુનિતભાઈ મોરઝરીયા, નરેશભાઇ પરમાર, મિલનભાઈ સાવલિયા, નિલેશભાઈ જાવિયા, વિપુલભાઈ ગજેરા, જયભાઈ નશીત, પરેશભાઈ ધાણાની વગેરે હાજર રહ્યા હતા.
અમરેલી માં આવેલ સહિદ સ્મારક સ્થાને સહિદ સ્મારકની સાફ સફાઈ કરીને સ્મારકની ફૂલોથી શણગારીને દેશ માટે થયેલા શહીદો અને લડેલા તમામ સૈનિકોને સન્માન આપી નતમસ્તક વંદન કરેલ

Recent Comments