અમરેલી

અમરેલી માં યોજાયેલ વધ કેમ્પમાં શિક્ષકો સાથે અન્યાય થતા શિક્ષકો રોષે ભરાયા

અમરેલી જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા વધ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ માં વધ થયેલા શિક્ષકો ને ફરી લાવવા માટે વધ કેમ્પ યોજાયો હતો. ગુજરાત સરકારનો મુખ્ય ઉદેશ બહાર ના તાલુકા માં ગયેલા શિક્ષકો ને પોતાના તાલુકા માં અને મૂળ શાળા માં આવે તે માટે આ કેમ્પ નું આયોજણ કરવામાં આવ્યું હતું ત્યારે અમરેલી શહેર માં બી.આર.સી ભવન ખાતે વધ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ  અધિકારીઓ દ્વારા શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવા શિક્ષકો ના આક્ષેપ છે  શિક્ષકો નું કહેવું છે કે જેતે સમય એ અમને વધ કરવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા શિક્ષકો ફરી  પાછા લાવવા માટે નો કેમ્પ યોજાયો હોય પરંતુ આ કેમ્પમાં અધિકારીઓ શિક્ષકો અન્યાય કરી રહ્યો છે

કેમકે અમને અમારી મૂળ જગ્યા ખાલી હોય  તો તે જગ્યા મુકવા જોયે અન્યથા જો ન હોય તો  સીનીયોરીટી પ્રમાણે તાલુકા ની પે સેન્ટર શાળા માં મુકવા જોયે પરંતુ પરિપત્ર ના નિયમો નું મન ઘડત અર્થઘટન કરી ને શિક્ષકો ને અન્ય તાલુકા માં મુકવા માં આવતા શિક્ષકો રોષે  ભરાયા હતા  તો શું અધિકારીઓ દ્વારા અંદરો અંદર મિલીભગત હશે તો શું શિક્ષકો ને આવી જ રીતે પરેશાન થવા નું રહશે  આવી અનેક શિક્ષકો ની રજૂઆત અમરેલી જીલ્લા શિક્ષણ અધિકારી ને લેખિત માં કરવામાં આવી હતી જે  શિક્ષકો નું અન્યાય થયેલો છે તેની તપાસ કરવા માં આવે અને શિક્ષકો ને ન્યાય મળે તે માટે અરજી કરવામાં આવી હતી જો શિક્ષકો ને ન્યાય નહિ મળે તો આવનારા સમય માં લડત લડવા ની ચીમકી આપી હતી

Related Posts