અમરેલી માં વમન કોર વોટર, વોટર કોર વમનની ઉજવણી કરવામાં આવેલ.

અમરેલીમાં જળ દિવાળી ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકાએ તા.૦૯/૧૧/૨૦૨૩ને ગુરુવારે સવારે સ્વ સહાય જૂથોની ૩૦ મહિલાઓને અમરેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ બ્રામણ સોસાયટીનાં અંબિકાનગર સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવેલ અને પાણીના શુદ્ધિકરણ તથા પાણીના ગુણવતા અને મહત્વની બાબતની સમજણ આપેલ હતી.
અમૃત-2 યોજના હેઠળ તા. 7 થી 9 નવેમ્બર દરમ્યાન જળ દિવાળીની ઉજવણી કરવા (DAY-NULM) સાથે મળી નગરપાલિકા દ્વારા વુમન ફોર વોટર, વોટર ફોર વુમનની પહેલનું આયોજન કરેલ હતું. આ પ્રોગ્રામમાં સ્વસહાય જૂથોની મહિલાઓ (અમૃતમીત્રો)ને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવી ધરોમાં શુદ્ધ પીવાના પાણી માટેની પ્રક્રિયાઓની સમજ આપેલ હતી. અને પાણીની ગુણવતા પરીક્ષણ પ્રક્રિયાઓ વિશે શિક્ષિત કરાવામાં આવેલ હતા.આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાનાં વોટર વર્કસશાખાના ચેરમેનશ્રી નીલેશભાઈ ધાધલની પ્રેરક ઉપસ્થિતિ રહેલ હતી.તેમજ તેઓના વરદહસ્તે “અમૃતમીત્રો”ને શુભેચ્છા ભેટ આપવામાં આવેલ હતી. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી નગરપાલિકાની એન.યુ.એલ.એમ.શાખા તેમજ વોટર વર્કસ શાખાએ જહેમત ઉઠાવેલ હતી.
Recent Comments