અમરેલી

અમરેલી માં વોર્ડ નં 10 માં આંગણવાડી ની બાજુમાં ગંદકીના ગંજ જામ્યા

અમરેલી વોર્ડ નં ૧૦ માં આંગણવાડી ની બાજુમાં ગંદકી ના ગંજ જોવા મળ્યા તેમજ તે જગ્યા પર ગટર ના ઢાકણા ખુલા હોય જેથી આંગણવાડી માં આવતા બાળકો તેમજ ત્યાં થી પસાર થતા રાહદારીઓ ને ખુબજ મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે    ત્યાના રહીશો નું કહેવું છે કે બે થી ત્રણ દિવસ પહેલા જ આ જ વિસ્તાર માં ગટર ના ખુલ્લા ઢાંકણા ને કારણે એ  2 લોકોને પગ ના ભાગે ગંભીર ઈજા પહોચી હતી વધુ માં તેમણે જણાવ્યું કે જો અહી આંગણવાડી માં આવતા નાના ભૂલકાઓ જો આ ખુલી ગટર માં પડી જાય તો જવાબદારી કોની અને સ્થાનિકો દ્વારા  અનેકો વખત અમરેલી નગરપાલિકા ને રજૂઆત કરવામાં આવી છે  તંત્ર ને આવનારા ભાવી ભવિષ્ય ની કઈ ચિંતા જ ન હોય તેવું લાગી રહ્યું છે તેમજ આંગણ વાડીની બાજુમાં ગંદકી ના ગંજ થી બાળકો નું પણ આરોગ્ય જોખમ માં મુકાયું છે  રહીશો દ્વારા જાણવામાં આવ્યું કે આ વિસ્તાર માં વ્યવસ્થિત સાફ સફાઇ કરવામાં આવતી નથી તેમજ કચરા લેવા વાળા પણ સમયસર ન આવતા હોવા રહીશો પાસે જાણવા મળ્યું  અને કહ્યું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મત લેવા ઘરે ઘરે આવે છે અને ચૂંટાઈ ને આવેલા વોર્ડ ના સભ્ય દ્વારા પણ કઈ સમસ્યા નું નિરાકરણ આવતું નથી ચૂંટણી સમયે જે પ્રજા માટે જે વાયદાઓ કર્યા હતા તે વાયદાઓ હવે પોકળ સાબિત થાય હોવા નું રહીશો નું કહેવું છે વોર્ડ નંબર 10 નાં રહીશો નગરપાલીકા થી થયા પરેશાન જો વહેલા માં વહેલી તકે નગરપાલીકા ના પદાધિકારીઓ દ્વારા આ સમસ્યા નું નિરાકરણ આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે

Related Posts