અમરેલી માર્કેટયાર્ડ દ્વારા એક અખબારયાદીમાં જણાવેલ છે કે, હાલ માર્કેટયાર્ડ અમરેલીનાં કાર્યરત ચેરમેન મોહનભાઈ નાકરાણીએ સંસ્થામાં પત્ર લખી જાણ કરેલ છે કે, મારી તબીયત નાદુરસ્ત હોય આપણી સંસ્થાની રોજબરોજની કામગીરી ઉપરાંત વહિવટી કામગીરીમાં મારાથી હાજરી આપી શકાય તેમ નથી. સંસ્થાની વહિવટી કામગીરી ખોરંભે ન ચડે અને સંસ્થાનો વહિવટ સુદ્ઢ ચાલે તે હેતુસર તેઓએ હાજર ન થાય ત્યા સુધી સંસ્થાનાં તમામ વહિવટી કામોમાં ઈન્ચા. ચેરમેન તરીકે હાલનાં માર્કેટયાર્ડ અમરેલીનાં વાઈસ ચેરમેન શૈલેષભાઈ સંઘાણીને સંસ્થાનાં તમામ વહિવટી કામો સુદ્ઢ રીતે ચાલે તે હેતુસર ઈન્ચા.ચેરમેન તરીકે ચાર્જ સંભાળી કામગીરી કરવા નિમણુંક કરેલ છે. તેમ સેક્રેટરી પરેશ પંડયાએ એક અખબારયાદીમાં જણાવેલ છે.
અમરેલી માર્કેટયાર્ડનો ઈન્ચા.ચેરમેન તરીકે ચાર્જ સંભાળતા :શૈલેષભાઈ સંઘાણી

Recent Comments