અમરેલી

અમરેલી માર્કેટિંગ યાર્ડના વેપારી આર.વી. એન્ડ કાં.ને કપાસની જાહેર હરરાજી બાદ ભાવફેર કરવા બદલ માર્કેટિંગ યાર્ડ દ્વારા રૂ. ૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

અમરેલી માર્કેટીંગયાર્ડમા કપાસ લઇને આવેલા એક ખેડૂત પાસેથી હરરાજીમા કપાસની ખરીદી કર્યા બાદ અહીની વેપારી પેઢીએ ભાવફેર કરતા ખેડૂતે યાર્ડના સતાધીશોને ફરિયાદ કરી હતી. જેને પગલે યાર્ડ દ્વારા વેપારી પેઢીને રૂપિયા એક લાખનો દંડ અને એક માસ સુધી લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. યાર્ડમા કપાસની જાહેર હરરાજી બાદ ખરીદનાર વેપારીઓના કાંટે તોલ થતો હોય ત્યારે વેપારી વાંધો પાડે અને કપાસમા ભાવફેર કરતા હોય જેથી ખેડૂતો ખુબ જ નારાજ થતા હોય અવારનવાર ફરિયાદો ઉઠી હતી.

સંસ્થા દ્વારા ત્રણ માસ પહેલા જ આ અંગે નિર્ણય લેવાયો હતો અને જો કોઇ વેપારી ભાવફેર કરશે તો એક લાખનો દંડ અને લાયસન્સ રદ કરવા જણાવાયું હતુ. તેની વચ્ચે વેળાવદરના ખેડૂત રમુભાઇ આલાભાઇ સાણસુર પોતાનો કપાસ લઇને યાર્ડમા આવ્યા હતા. ખેડૂતે અહીના આર.વી.એન્ડ પેઢીને કપાસ રૂપિયા 2186ના ભાવે વેચ્યો હતો અને કપાસ તોલીને ઢગલામા ભેળવી દીધો હતો. બાદમા જગદીશભાઇ સેલાણીએ રૂપિયા 2160ની ચીઠ્ઠી આપી હતી.

ખેડૂતને રૂપિયા 26 કાપીને ચીઠ્ઠી આપી હતી. ખેડૂત જગદીશભાઇ પાસે ગયા હતા ત્યારે તેમણે મનીષ સેલાણીને હું આ પૈસા નહી ચુકવુ કહી કહ્યું હતુ. જો કે તેમ છતા ભાવફેર કરી નાખ્યો હતો. ખેડૂતે આ અંગે યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાને જાણ કરતા તેમણે સેક્રેટરી પરેશભાઇ પંડયાને તપાસ સોંપી હતી. તેમના દ્વારા સીસીટીવી કેમેરા સહિત પેઢીની પુછપરછ કરી હતી.

આ પેઢી દ્વારા ભાવફેર કરેલ હોવાનુ સાબિત થતા યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા દ્વારા ખેડૂતોના હિતનુ રક્ષણ કરવા રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ એક માસ સુધી પેઢીનુ લાયસન્સ રદ કરી નાખ્યુ હતુ.

Related Posts