fbpx
અમરેલી

અમરેલી માર્ગ અને મકાન વિભાગની બેદરકારી થી ડીવાઈડર વગરના રોડ પર દામનગરમાં હળવો કે ગંભીર અકસ્માત થશે…!!!વિકાસ ગાંડો થયો..વિકાસ વંડીએ ચડ્યો…!!! વિકાસે કોનો વિકાસ કરાવ્યો…!!!??

અમરેલી માર્ગ અને મકાન વિભાગની બેદરકારી થી ડીવાઈડર વગરના રોડ પર દામનગરમાં હળવો કે ગંભીર અકસ્માત થશે…!!!     વિકાસ ગાંડો થયો..વિકાસ વંડીએ ચડ્યો…!!! વિકાસે કોનો વિકાસ કરાવ્યો…!!!?? આવા બધા શબ્દો થી સહનશીલ જનતા હવે થાકી ગઈ છે..સ્થાનિક સત્તાધીશો થી… તમ તમારે જે કાઈ ફરિયાદ – પ્રશ્નો રજૂ કરવા હોય તે કરો.. અમે તપાસી લેશુનો જવાબ મળવાથી હવે જનતા પણ આવા જવાબદાર શાસકો અને અધિકારી થી ખરેખર કંટાળી ગયા છે…!!!? આ તસ્વીરો દામનગર શહેરમાં ભુરખિયા ચોકડી થી ભુરખીયા જતા રેલ્વે ફાટક સુધીની છે તેના રોડની વચ્ચો વચ્ચ સ્ટ્રીટ લાઈટના થાંભલા છે પણ ખાટલે મોટી ખોટ હોય એમ ડીવાઈડર ન હોવાના કારણે અવાર – નવાર અકસ્માતો થતા રહે છે.છે આ રોડ દામનગર નગરપાલિકાની હદમાં પણ આવે છે માર્ગ અને મકાન વિભાગ અમરેલી હસ્તકના અધિકારીઓ એ આજ સુધી આવા માર્ગોની મુલાકાત લઈને લોકોની માંગ મુજબ પ્રશ્નો હલ કર્યા છે.? અમરેલી જીલ્લા પંચાયતમાં ભા.જ.પ.નું શાસન છે..!! અને આ વિસ્તારના ધારાસભ્ય કોંગ્રેસના છે..!!! રોડના અને આવા ગંભીર પ્રશ્નોમાં રાજકારણ કરવું ન જોઈએ…!!! નહીતો જાગૃત થયેલા લોકો રસ્તો બતાવી દેશે.ઘરે બેસાડી દેવા માટે..!! 

Follow Me:

Related Posts