અમરેલી : યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકે કર્યું કઈક આવું
અમરેલીમા રૂપમ ટોકીઝ નજીક રહેતી એક યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકે તેની સગાઇ તોડાવી નાખી હતી. તેમજ બાઇક લઇ પીછો કરી બિભત્સ ઇશારાઓ કરી સમાજમા ખોટી બદનામી થાય તેવી વાતો કરતા યુવતીએ તેની સામે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, યુવતીએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા હુસેન હાજીભાઇ બોળાતર નામના યુવકને તેણે લગ્ન કરવાની ના પાડી હતી. જેને પગલે તેણે સગાઇ તોડાવી નાખી હતી. આ ઉપરાંત અવારનવાર બાઇક લઇ પીછો કરી ખરાબ ઇશારાઓ કર્યા હતા. તેમજ સમાજમા ખોટી વાતો કરી ચરિત્ર હિનતાનુ આળ મુકી બદનામ કર્યા હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.ડી.વાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે
Recent Comments