અમરેલી – રાજકોટ વાયા જંગર,કોલડા,મોટી કુંકાવાવ,તોરી રામપુર,વડીયા રૂટની બસ રેગ્યુલર શરૂ કરાવતા : પરેશ ધાનાણી
અમરેલી થી રાજકોટ વાયા જંગર,કોલડા, મોટી કુંકાવાવ,તોરી, રામપુર,વડીયા રૂટની બસ છેલ્લા ઘણા સમયથી બંધ હતી, જે શરૂ કરવામાં માટે અમરેલી જીલ્લા પંચાયતના સદસ્ય ગોૈતમ વસાવાએ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીને રજુઆત કરતા શ્રી ધાનાણીએ એસ.ટી. વિભાગમાં ધારદાર રજુઆત કરીને
અમરેલી–રાજકોટ વાયા જંગર,કોલડા,મોટી કુંકાવાવ, તોરી, રામપુર, વડીયાની બસ શરૂ કરાવતા જંગર, કોલડા,મોટી કુંકાવાવ, તોરી, રામપુર, વડીયા ગામના ગ્રામજનોએ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીનો તેમજ અમરેલી જીલ્લા પંચાયતના સદસ્ય ગોૈતમ વસાવાનો ખુબ ખુબ આભાર માન્યો.
Recent Comments