અમરેલી રાજમહેલને હેરીટેઝમાં સમાવેશ કરવાની રજુઆત કરતા : વિપક્ષનેતા પરેશ ધાનાણી
અમરેલીમાં ગાયકવાડી સરકાર વખતનો રાજમહેલ આવેલ છે જે અમરેલી જયારે બરોડા સાથે સંયુકત જોઈટ હતું ત્યારના સમયનો રાજમહેલ છે, એ સમયમાં રાજા રજવાડા ઉપયોગ કરતા હતા અને ત્યારપછી એને મહેસુલી કચેરી અને કલેકટર કચેરી બનાવી અને ત્યારપછી અમરેલીના પહેલા મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા થયા એટલે અમરેલી ગામ હતું તેને જી૬ત્સિલો બનાવી દીધો નાનું ગામ હોવાથી સરકારી કચેરી હતી નહી એટલે રાજમહેલમાં જ કલેકટર કચેરી બનાવી અને બધા વિભાગોનું કામકાજ થતું હતુ અને ત્યારપછી જીલ્લા સેવા સદન નવું બનતા આ રાજમહેલ ખાલી પડયું છે,
આ રાજમહેલનો સદઉપયોગ થાય એ રીતે હેરીટેઝમાં સમાવેશ કરવામાં આવે અમરેલી જીલ્લો દેશ પરદેશ સાથે સંકળાયેલો છે, બહારના લોકો આવે અને અમરેલીની મુલાકાત કરે ત્યારે ફરજીયાત રાજમહેલની મુલાકાત લે એ માટે આકર્ષણ ઉભું કરવા અને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાની બધી સ્મૃતિ મુકવી અને રાજમહેલમાં એક ખંડ બનાવવો જેમાં લાઈબ્રેરી રૂપે જેમાં સિનિયર સીટીઝનો ત્યાં બેસે અને જયાં જુના ગાયકવાડી સરકાર સમયના બધા પુસ્તકો મુકવા જેનાથી સિનિયર સીટીજનો અને અત્યાર યુવા પેઢી વાંચન કરી શકે, આથી અમરેલીમાં આવેલ રાજમહેલ ને હેરીટેજમાં સમાવેશ કરી મ્યુઝીમ અથવા લાઈબ્રેરી બનાવવા અંગેની ગુજરાત વિરોધપક્ષના નેતા અને અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીએ ધારદાર રજુઆત કરી.
Recent Comments