તાજેતરના ભારે વરસાદને લીધે ખરાબ અને બની ગયેલ નેશનલ હાઈ વે ની તાકીદે મરામત કરવી ખૂબ જ જરૂરી હોય, રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલીનાં જાગૃત ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયાએ નેશનલ હાઈ વે ઓથોરિટીને પત્ર લખી આ રોડને તાકીદે રીપેર કરવા માંગણી કરી છે.
અમરેલી શહેરના બાયપાસ રોડ પર આવેલી રાધેશ્યામ હોટેલથી ગાવડકા ચોકડી થઈ ચલાલા જતો આ રસ્તો નેશનલ હાઈ વે ઓથોરિટી હેઠળ આવતો રોડ હોય, કૌશિક વેકરિયાએ બિસ્માર થયેલા આ રસ્તાનું નવીનીકરણ કરવા ઓથોરિટીને પત્ર લખી તાકીદે આ રસ્તાની મરામત કરવા માંગણી કર્યાનું કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments