fbpx
અમરેલી

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢી, સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી ગુમ/અપહરણ થયેલ બાળકો, સગીરાઓની માહિતી એકત્રિત કરી, આ બાળકો તથા સગીરાઓને શોધી કાઢવા તેમજ અપહરણ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૦૫૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામે ગઇ તા.૨૩/૦૧/૨૦૨૩ નાં રોજ અમરેલી તાલુકાના રાંઢીયા ગામેથી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ગઇ કાલ તા.૦૪/૦૩/૨૦૨૩ ના રોજ વાંકાનેર તાલુકાના મકનસર ગામેથી પકડી પાડી, પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

કિરણ ઉર્ફે કરણ રત્નાભાઈ ઉર્ફે રતાભાઇ સોહલીયા, ઉં.વ.૨૧, રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ.અમરેલી, હાલ રહે.મકનસર, તા.વાંકાનેર, જિ.મોરબી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts