fbpx
અમરેલી

અમરેલી રેડક્રોસ દ્વારા તેના ત્રણ હોદ્દેદારોનું સન્માન પી.પી. સોજત્રા, ચેતન રાવળ અને કમલેશ ગરાણીયાની અમરેલી નાગરિક બેન્કના ડીરેકટર તરીકે વરણી થતાં કરાયેલ બહુમાન તુલસીભાઈ મકવાણાનું નગરપાલિકામાં સમિતિ ચેરમેન બનતાં સન્માન

અમરેલી રેડક્રોસ બ્રાન્ચના હોદેદારો – વાઈસ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા, ટ્રેઝરર એડવોકેટ ચેતનભાઈ રાવળ તથા એકઝીકયુટીવ કમિટી મેમ્બર કમલેશભાઈ ગરાણીયાની તાજેતરમાં અમરેલી નાગરિક સહકારી બેંકના ડીરેક્ટર તરીકે વરણી થઈ છે. અમરેલી રેડક્રોસ સંચાલિત હંસાબેન ગાંધી બ્લડ બેન્કમાં સેવા આપતાં આ ત્રણેય હોદ્દેદારોને સન્માનવાના એક સમારંભનું આયોજન તા.૧૩ ઓકટોબરના શુક્રવારે રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવેલ.

અમરેલી રેડક્રોસના હોદ્દેદારો, ડોકટરો તથા શહેરના અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા આ ત્રણેય મહાનુભાવોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તાજેતરમાં જ અમરેલી નગરપાલિકાની ગુમાસ્તા અને વ્યવસાય વેર સમિતિના ચેરમેન તરીકે નિયુકત કરાયેલ તુલસીભાઈ મકવાણાનું સન્માન પણ કરવામાં આવેલ. આ તકે અમરેલી રેડક્રોસના ચેરમેન ડો. ભરત કાનાબારે આ ત્રણેય સન્માનિત મહાનુભાવો દ્વારા રેડક્રોસમાં તેમજ અન્ય સંસ્થાઓના માધ્યમથી કરાતાં સેવાકાર્યોનો ઉલ્લેખ કરી ભવિષ્યમાં તેમના દ્વારા આજ રીતે સમાજ સેવાના કાર્યો થતાં રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રેડક્રોસના વાઈસ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રાએ તાજેતરમાં જ તેમના જન્મદિન નિમિત્તે અમરેલીની વિવિધ સંસ્થાઓએ તેમની રકતતુલા કરેલ અને શહેરની સવાસો જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેમનું જે ભવ્ય સન્માન કરાયું તે માટે આભારની લાગણી વ્યકત કરી હતી. પી.પી.સોજીત્રાએ તેમના જન્મદિને ૧ કરોડના દાનથી પી.પી.સોજીત્રા ફાઉન્ડેશનની રચના કરવાની જે વાત કરી હતી તે મુજબ તેમણે ફાઉન્ડેશનની ટ્રસ્ટ એકટ નીચે રજીસ્ટર કરાવવાની કાર્યવાહી આરંભી દીધી છે તેની માહિતિ આપેલ.

સન્માન સમારંભના આ કાર્યક્રમમાં, રેડક્રોસના પ્રેસીડેન્ટ ડો. પીયુષભાઈ ગોસાઈ, વાઈસ પ્રેસીડેન્ટ વર્ષિલભાઈ ગાંધી, ડો. એસ.આર. દવે સાહેબ, અમરેલી યાર્ડના ચેરમેન શૈલેષભાઈ સંઘાણી, અમરેલી નાગરિક બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, ડો.હર્ષદભાઈ રાઠોડ, ડો. એચ.કે. ગાંધી સાહેબ, રેડક્રોસના શ્રી મધુભાઈ આજુગીયા, ડો.રાજુભાઈ કથીરીયા, શીતલ ઈન્ડસ્ટ્રીઝના દિનેશભાઈ ભુવા, બીપીનભાઈ ગાંધી, નરેશભાઈ કોરડીયા, ડો. ભરતભાઈ પાડા, એડવોકેટ બકુલભાઈ પંડયા, જે. એલ. સોજીત્રા, મુજફરહુસૈન સૈયદ, એ.ડી. રૂપારેલ સાહેબ, જીતુભાઈ ગોળવાળા, જગદિશભાઈ સેલાણી, આર્કિટેકટ વનરાજભાઈ પટેલ, વિપુલભાઈ ભટ્ટી, અરવિંદભાઈ સીતાપરા, રીતેશભાઈ સોની, રોહીતભાઈ જીવાણી, સરલાબેન દવે, બાલાભાઈ સોજીત્રા, સિકંદરખાન પઠાણ, જોગીભાઈ પેન્ટર, ડી.જી. મહેતા, યોગેશભાઈ કોટેચા, હરેશભાઈ સાદરાણી, ટોમભાઈ અગ્રાવત, મુસ્તાકભાઈ તેલી, આશાબેન દવે, ખુશ્બ કાનાબાર, તેજસભાઈ દેસાઈ, ડો. જાની, તરંગભાઈ પવાર, અનિલભાઈ ઠાકર, આસિત ઝીંઝુવાડીયા, ડો. નીલેશભાઈ ભીંગરાડીયા, કિરણભાઈ નાંઢા, મિશ્રા (માસ્તર), મન્સુરભાઈ ગઢીયા, આકાશ અગ્રાવત, હીરેનભાઈ મહેતા, મનીષભાઈ તથા મુન્નાભાઈ મોરઝરીયા, રાજુભાઈ પ્રેસ, ખીમચંદભાઈ, ષારભાઈ જોષી, નયનભાઈ જોષી (બેદી), શૈલેષ પોપટ, મુનાફભાઈ કાઝી તથા રેડક્રોસ સ્ટાફ જોડાયો હતો.

Follow Me:

Related Posts