fbpx
અમરેલી

અમરેલી, લાઠી રોડ ઉપરથી પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૬,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા, પશુઓ ઉપર ક્રુરતા આચરતા ઇસમોને પાડી, તેમના ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં પશુઓ ઉપર ક્રુરતા આચરી, આવા પશુઓની ગેરકાયદેસર કતલ કરવાના ઈરાદે હેરફેર કરતા ઇસમોને પકડી પાડવા અને તેમના ઉપર પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હોય, તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, અમરેલી, સાવરકુંડલા બાયપાસ રોડ, લીલાનગર, પાણીના ટાંકા પાસેથી કતલ કરવાના ઇરાદે પશુઓ એક ટ્રકમાં ભરી, ભરૂચ તરફ જવા નિકળેલ છે અને લાઠી તરફ જાય છે જે બાતમી હકિકત આધારે લાઠી રોડ ઉપર વોચમાં રહી, ટ્રકમાં ત્રણ ઇસમોને ભેંસ જીવ – ૯ ને ક્રુરતા પુર્વક ભરી, કોઈ પણ આધાર પુરાવા વગર કતલ કરવાના ઇરાદે હેરફેર કરતા પકડી પાડી, પકડાયેલ ઇસમો વિરુધ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરી, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ઇરફાન ઇકબાલભાઈ કુરેશી, ઉ.વ.૨૫, રહે.અમરેલી, કાજીવાડ, તા.જિ.અમરેલી.

(૨) અબ્દુલ નુરમહંમદભાઈ તરકવાડીયા, ઉ.વ.૩૦, રહે. અમરેલી, ડુબાણીયા પરા, તા.જિ.અમરેલી.

( ૩) પ્રકાશ કિશોરભાઈ ઝાપડીયા, ઉ.વ.૨૦, રહે. અમરેલી, બહારપરા, તા.જિ.અમરેલી.

→ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

ભેંસ જીવ નંગ -૯ કિ.રૂ.૧,૮૦,૦૦૦/-તથા ટ્રક રજી.નં.જી.જે.૦૧.ઈ.ટી.૬૧૨૨डि.३.५,००,०००/- मनी कुल ६ि.३.१,८०,०००/- नो मुद्दामास.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અનેમાર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલતથા એ.એસ.આઇ. ભગવાનભાઈ ભીલ, મહેશભાઈ સરવૈયા તથા પો.હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયાતથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts