fbpx
અમરેલી

અમરેલી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલી જીલ્લા જેલમાં મેડિકલ સાધનો દાન કરાયા

લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્રારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે. જેમા અમરેલી જીલ્લા જેલમાં બીમાર કેદીઓ અને પગમાં ઈજા થયેલા કેદીઓને હેરફેર કરવા માટે સ્ટ્રેચર, વ્હીલચેર અને ચાલવા માટે ઘોડી(વોકર)ની જરૂરીયાત ક્લબના ધ્યાનમાં આવતા લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્રારા લાયન્સ કલબ ઈન્ટરનેશનલ  ડિસ્ટ્રીક્ટ 3232-J ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન PMJF વસંત મોવલીયા ના વરદ હસ્તે અમરેલી જીલ્લા જેલ સુપ્રીટેન્ડેન્ટશ્રી ગઢવી સાહેબને જીલ્લા જેલમાં સ્ટ્રેચર, વ્હીલચેર અને ચાલવા માટે ઘોડી(વોકર) વગેરે મેડિકલ સાધનો ડોનેટ કરવામાં આવેલ હતા.આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી લા. મુકેશભાઈ કોરાટ, સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ કાબરીયા, મંત્રી વિજય વસાણી, ખજાનચી અરુણભાઈ ડેર, દિવ્યેશભાઈ વેકરિયા, જયસુખભાઈ સોરઠીયા, પ્રોજેક્ટ ચેરમેન રીતેશભાઈ સોની તથા અજયભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts