fbpx
અમરેલી

અમરેલી લોકસભાની બેઠક આ વખતે 6 લાખની લીડથી જીતવાનો ભાજપનો વિશ્વાસ

અમરેલી લોકસભા બેઠકમાં રાષ્ટ્રીય ભાજપ દ્વારા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સુતરીયા પર સાંસદ પદના ઉમેદવારનો કળશ ઢોળાતા સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપ દ્વારા નાવલી નદી રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડીને ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા ઓથી નાવલી નદી ગુંજી ઉઠી હતી ભાજપ નાના કાર્યકર્તાઓને મોટી જવાબદારીઓ સોંપવાનું ઉમદા ઉદાહરણ હોય તો અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સુતરીયા ને કહી શકાય કે 1991 ના ભાજપના કાર્યકર્તાને તાલુકા પંચાયતના  પ્રમુખ પદે, ને છેલ્લા છ મહિનાથી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બેસાડીને લાંબી વિચારણા બાદ અમરેલી જિલ્લા ભાજપના મોભીઓને વિશ્વાસમાં લઈને  મળતાવડા અને નાના નાના કામોમાં સમીક્ષાઓ સાથે કામગીરીઓ કરવામાં નિપુણ ભરતભાઇ સુતરીયા ને લોકસભા 2024 ના ઉમેદવાર બનાવતા સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સહિતના ભાજપ  સંગઠનના હોદ્દેદારો એ ફટાકડા ફોડી મો મીઠા કરી ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરીયાને જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts