fbpx
અમરેલી

અમરેલી લોકસભા ક્ષેત્રના સાંસદ નારણ કાછડીયા તરફથી કેન્દ્ર સરકારમા રજુઆત કરવામા આવી હતી

અમરેલી લોકસભા ક્ષેત્રના સાંસદ નારણ કાછડીયા તરફથી કેન્દ્ર સરકારમા રજુઆત કરવામા આવી હતી તે રજુઆત આજે સફળ રહી હોવાનો નારણ કાછડીયા એ દાવો કરી પ્રેસનોટ જાહેર કરી છે. વર્ષ : 2017-18 ના રેલ બજેટમાં (1) ખીજડિયા-વિસાવદર (2) વિસાવદર-જૂનાગઢ અને (3) વિસાવદર-તાલાળા-વેરાવળ મીટરગેજ રેલ લાઈનોને બ્રોડગેજમાં પરિવર્તન કરવાની મંજૂરી મળ્યા બાદ રેલ વિભાગ તરફ થી DPR બનાવી તેની દરખાસ્ત રેલવે બોર્ડને સોંપાઈ ગયેલ હતી. પરંતુ આ લાઈનો ગીર ફોરેસ્ટ માંથી પસાર થતી હોવાને લીધે વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સ (NOC) ન મળવાને લીધે આ તમામ કામોને રેલવે બોર્ડ તરફથી લો-પ્રાયોરિટીમાં રાખવામા આવ્યા હતા.

ત્યારબાદ અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને રેલવે બોર્ડને સમયાંતરે કરવામા આવે તેવી રજૂઆતો કરાય હતી. જેના કારણે ગત તા. 03.03.2022 ના દિવસે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને મળેલ રેલ મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી સાંસદે આ તમામ પ્રોજેક્ટ્સને લો-પ્રાયોરિટી માંથી દૂર કરી હાઈ-પ્રાયોરિટીમાં લેવાનો નિર્ણય કરાવ્યો છે. જે અંગે રેલવે બોર્ડના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વ પ્રોજેકટ મોનીટરિંગ વિકાસ કુમાર જૈન દ્વારા તા. 04.03.2022 થી સાંસદ નારણ કાછડીયાને લેખિત મા જાણ કરવામાં આવી છે.

સાંસદ નારણ કાછડીયા એ જણાવ્યું હતુ અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે અને લોકોના પ્રશ્નોને લોકસભા ગૃહ સુધી વાચા આપવા માટે હંમેશા તત્પર છું. હવે આગામી ટુક સમયમાં આ તમામ પ્રોજેક્ટ્સની પેન્ડિંગ પડેલ કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામા આવશે.

Follow Me:

Related Posts