આજ રોજ અમરેલી શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા આજરોજ રામ નવમીના શુભ અવસરે શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા સવારે 8 વાગે અમરેલી શહેર ના સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે અમરેલી લોકસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુંમર તથા શહેરના કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા રામજી મંદિરમાં પૂજન ,અર્ચન કરી મહા આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હતું.આ પ્રસંગે ઉપસ્થિત અમરેલી લોકસભા ના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુંમર તથા કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભગવાન શ્રીરામને અમરેલી, ગુજરાત અને સમગ્ર ભારત દેશના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી ડી .કે રૈયાણી ,શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી એડવોકેટ સંદીપ પંડ્યા,પૂર્વ જી. પ .બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરુંજિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્યા, જગદીશભાઈ તળાવિયા,જિલ્લા સંગઠન મંત્રી જગદીશભાઈ પાનસુરીયા,શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મહેશ સોમૈયા,અમરેલી વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી મોનિલભાઈ ગોંડલીયા,અમરેલી શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી,નરેશભાઈ અધ્યારૂ, નગર પાલિકા સદસ્ય પ્રકાશભાઈ લાખાણી,જે.પી.સોજીત્રા ,સાગર જસાણી,નંદલાલ ભાઈ ભડકણ ,વસંત કાબરિયા સહિત અમરેલી શહેર ની ધર્મ પ્રેમી જનતા દર્શન નો લાભ લીધો.
Recent Comments