અમરેલી લોકસભા સીટ નાં ભાજપ ના “મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ” નું તા.૨૩ જાન્યુઆરી ના રોજ ભવ્ય ઉદ્ધાટન
આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ ની તૈયારી માટે કેન્દ્રીય ભાજપ ની યોજના મુજબ ગુજરાત પ્રદેશનાં તમામ ૨૬ લોકસભા સીટોનાં “મધ્યસ્થ ચુંટણી કાર્યાલય” ના ઉદ્ધાટન છે. તેમની સાથેજ અમરેલી લોકસભાના ચુંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન તા.૨૩/૦૧/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સવારે ૯:૩૦ કલાકે રાખેલ છે. ચુંટણી કાર્યાલય નાં ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમને વર્ચુઅલ રીતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડા સાહેબ ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંબોધન કરશે.
ચુંટણી કાર્યાલય નાં ઉદ્ધાટન કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ ના વરદ્દ હસ્તે ,નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા ,ઇફકોનાં ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ,પૂર્વ મંત્રી શ્રી હકુભા જાડેજા ,સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તમામ ધારાસભ્યો શ્રી મહેશભાઈ કસવાળા ,શ્રી હીરાભાઈ સોલંકી ,શ્રી જે.વી. કાકડિયા ,શ્રી જનકભાઈ તળાવીયા ,શ્રી શીવાભાઈ ગોહિલ ,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા ,જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા ,આર.સી.મકવાણા ,ભાવનગર જી.બેંક ચેરમેન કેશુભાઈ નાકરાણી,ચુંટણી ઇન્ચાર્જ શ્રી પુનાભાઈ ગજેરા ,જીલ્લા મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા ,જીલ્લા મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ ,તથા તમામ પૂર્વ ધારાસભ્યો ,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખો તથા અમરેલી લોકસભા નાં તમામ ભાજપ ના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાખ્યુ છે.
અમરેલી લોકસભા સીટ ૫(પાંચ) લાખ કરતા વધારે મત ની લીડથી જીતવા ભાજપનાં કાર્યકર્તાઓ માં જબરદસ્ત થનગનાટ અને ઉસ્તાહ નું વાતાવરણ છે.આમ “પહેલો ધા રાણાનો ”કરીને અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા મધ્યસ્થ ચુંટણી કાર્યલાનું ઉદ્ધાટન કરી ચુંટણી ની જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમ જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા ની અખબાર યાદી માં જણાવેલ છે.
Recent Comments