fbpx
અમરેલી

અમરેલી લોકસભા સીટ ની ભાજપની ચુંટણી પ્રબંધન સમિતિની બેઠક મળી

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને અમરેલી લોકસભા સીટ માટે ભાજપ ની ચુંટણી સમિતિની પ્રથમ બેઠક આજે અમરેલી ખાતે લોકસભાનાં ચુંટણી કાર્યાલય મળી હતી જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ના માર્ગદર્શન અનુસાર ચુંટણી સમિતિમાં જુદા-જુદા કામ માટે કાર્યકર્તાઓ ને જવાબદારી સોપવામાં આવી હતી આવી જવાબદારી સોપેલ તમામ કાર્યકર્તાઓ ને જવાબદારી સોપી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ ખુબ મહત્વની ચુંટણી સમિતિની આ બેઠમાં અમરેલી લોકસભાના ચુંટણી પ્રભારી એવા પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ,ચુંટણી ઇન્ચાર્જ પુનાભાઈ ગજેરા ,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીય ,જીલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી મેહુલભાઈ ધોરાજીયા ,  ભુપેન્દ્રભાઈ બસીયા ત્યાં તેમણે જવાબદારી સોપવામાં આવેલ છે તેવા વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ માર્ગદર્શન આપી અને અમરેલી લોકસભા સીટ ૫(પાંચ) લાખ કરતા વધારે મત થી જીતવા આહવાન કર્યું હતું.

Follow Me:

Related Posts