અમરેલી લોહાણા મહાજન દ્વારા આયોજિત મનુભાઈ મીરાણીનાં માર્ગદર્શનમાં યોજાયેલ નિશુલ્ક શ્રી રઘુવંશી પરીચય મેળાને આમ ગણો તો અપેક્ષા કરતાં વધુ સફળ ગણાય. અમરેલી લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ ગોળવાળા અને ટ્રસ્ટી મંડળ તથા સલાહકાર સમિતિની મહેનત રંગ લાવી ખરી. આમ ગણો તો અમરેલી જેવા ઔદ્યોગિક પછાત શહેરમા પણ આ પ્રારંભ ખરેખર પ્રેરણાદાયી અને સકારાત્મક પગલું ચોક્કસ કહી શકાય
તારીખ ૧૫ મે અને રવિવારના રોજ અમરેલી શહેરમાં આવેલ લોહાણા મહાજન વાડી ખાતે અમરેલી લોહાણા મહાજન અને રઘુવંશી સમાજના વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ એક રઘુવંશી સમાજના અપરિણીત યુવક યુવતીઓ માટે એક નિશુલ્ક પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પરિચય મેળામાં અંદાજિત ૧૬૦ જેટલા યુવકો અને ૧૫ જેટલી યુવતીઓએ આ નિશુલ્ક પરિચય મેળાનો લાભ લીધો હતો. સમાજિક ઉત્કર્ષ અને વ્યવસ્થાપન અંતર્ગત આવી સામાજિક પ્રવૃત્તિઓ પણ સમાજના મહાજન અગ્રણીઓએ કરવી જ જોઈએ એ મંત્રને અમરેલી લોહાણા મહાજને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. આ મેળાની સ્વાગત વ્યવસ્થા અપરણિત યુવક અને યુવતીઓ માટે ખરેખર નોંધનીય બાબત હતી.. મહેમાનોનું સ્વાગત, આવભગત, ચા પાણી નાસ્તો, ભોજન ઉપરાંત સાથે પધારેલ વાલીગણ માટે પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ અહીં અમરેલી ખાતે પધારેલ મહેમાનોની મુખે ચર્ચાઈ રહ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ પરિચય મેળામાં લગભગ ચાર પાંચ થી વધુ લગનોત્સુક યુવક યુવતીઓ કદાચ સ્નેહના તાતણે બંધાવાની શક્યતા સેવાઇ રહી છે. મહત્ત્વની અને નોંધનીય બાબત તો આ પરીચય મેળાની એ હતી કે આમાં ૮૦ ટકાથી વધુ યુવક યુવતીઓ ખૂબ પ્રશિક્ષિત હતી. અમરેલી લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ સોમૈયા (ગોળવાળા) સતીશભાઈ આડતીયા, ભાવેશભાઈ જોબનપુત્રા, ભાવેશભાઈ સોઢા, અશોકભાઈ મજીઠીયા, જીગ્નેશભાઈ કોટક સમેત અન્ય લોહાણા મહાજન અગ્રણીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત કરી હતી. ભવિષ્યમાં પણ આવા સામાજિક ઉત્થાન માટે પરિચય મેળાથી માંડીને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે અમરેલી લોહાણા મહાજન પ્રતિબધ્ધતા દર્શાવી હતી. સાવરકુંડલા શહેરમાંથી સાવરકુંડલા મહાજન અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂ, પ્રણવભાઈ વસાણી, રમુદાદા માનસેતા ઉપસ્થિત રહ્યા હતા. એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Recent Comments