fbpx
અમરેલી

અમરેલી વડીયા 108 દ્વારા પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

તારીખ 09/08/2023 ના રોજ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકા ના દેવલકી ગામ થી અમરનગર જતા બેઠી ધાબી પાસે ટુ વ્હીલ ચાલક નું એક્સિડન્ટ થતાં વડીયા 108 ની ટીમ ને કેસ અસાઈન થયો હતો, જેમાં જેન્તીભાઇ બધાભાઈ પરમાર ઉંમર વર્ષ 25 રહેવાસી ગામ રાજ પીપળા તાલુકો કોટડા સાંગાણી ને માથા ના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી અને બેભાન હાલત માં મળી આવેલ , વડીયા ૧૦૮ ગણતરી ની સમય મા જ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફરજ પરના ઈ એમ ટી સુનીલ લીંબાણી દ્વારા ફોન પર વાત કરી દર્દી ની પરિસ્થિતિ વિશે વાત કરી જરૂરી સુચના આપી સ્થળ પર પહોંચ્યા હતા, સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ કે દર્દી બેભાન અવસ્થા માં છે તરત જ જરૂરી સ્ટ્રેચર નો ઉપયોગ કરી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી જરૂરી સારવાર તેમજ ઓકસીજન આપી સરકારી હોસ્પિટલ જેતપુર જીલો રાજકોટ ખાતે લઇ જવાયા હતા , એમ્બ્યુલન્સ માં સારવાર દરમિયાન દર્દી ની ઓળખ માટે તપાસ કરતા માલુમ પડ્યું કે દર્દીના હાથમાં ચાંદીની લકી અંદાજિત કિંમત રુ.20,000/-, vivo એનરોઇડ મોબાઈલ અંદાજિત રુ. 22,000/- , ઇયર પોડ 2,000/- , રોકડા 700/- , મળી ટોટલ અંદાજિત મુદામાલ રુ 44,700/- નો હતો તે , તેમજ તેમનાં જરૂર ડોક્યુમેન્ટ્સ SBI એ ટી એમ કાર્ડ 2 , DL, RC book , તે તેમના સગા સબંધી નાના ભાઇ પ્રકાશભાઈ બધાભાઇ પરમાર ને ફરજ પરના ઈ એમ ટી સુનિલ લીંબાણી અને પાઇલોટ ભરત પરમાર એ સહી સલામત વડીયા પોલીસ ની હાજરી માં પરત આપી , પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું..

Follow Me:

Related Posts