અમરેલી વાલીઓની ઉપસ્થિતીમાં એકલવ્ય કોમર્સ દ્વારા તેજસ્વીિ તારલા સત્કાર તથા સ્નેહમિલન સમારોહ યોજાયો
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના અઘ્ય્ક્ષ સ્થાને તથા ખોડલધામના ટ્રસ્ટી માન.શ્રી વસંતભાઈ મોવલીયાના ઉદઘાટક પદે યોજાયેલ સમારોહમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ સામેલ થયા. હું પણ કોમર્સનોજ વિદ્યાર્થી છું….. કોમર્સ શાખામાં કારકિર્દી કંડારવાની અનેક તકો વિકલ્પો ઉપલબ્ધ છે-કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ અઘ્ય્ક્ષ.નિષ્ફુળતા મળેતો નિરાશ ન થવુ… સફળ થવાના પ્રયત્નો ચાલુ રાખવા…તમારા પ્રયાસોમાં સફળતા છુપાયેલી હોય છે-વસંત મોવલીયા-ખોડલધામ ટ્રસ્ટી
અમરેલીમાં ધો.૧૧/૧૨ કોમર્સમાં ઉતમ શિક્ષણ આપતી સંસ્થા એકલવ્યલ કોમર્સ દ્વારા તેજસ્વી તારલા સત્કાર, વાલી સ્નેહમિલન તથા વાર્ષિકોત્સાવ-રર સમારોહ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના અઘ્યક્ષ સ્થાને તથા માન. ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયાના ઉદઘાટક પદે યોજાયો હતો. સર્વપ્રથમ સૌનું શબ્દો થી સ્વાગત એકલવ્ય કોમર્સના સંચાલક ભરતભાઈ સાવલિયાએ કર્યુ હતુ. આ તકે મુખ્ય મહેમાનશ્રી ભુપતભાઈ ભુવા, મનીષભાઈ.સિઘ્ધપુરા,રાજેશભાઈ.ડોબરીયા,સંજયભાઈ રામાણી,પ્રિ.વસરા સાહેબ,અંકુરભાઈ ઠુમ્મર,અરૂણાબેન માલાણી,કોમલબેન રામાણી તથા મુખ્યા વકતા પદે અમરેલીના મોટીવેટર ભાવેશભાઈ વ્યાસ વિ.એ. વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી. કાર્યક્રમમાં અઘ્યરક્ષ કૌશિકભાઈ વેકરિયા, ઉદઘાટક માન.વસંતભાઈ મોવલીયા, મુખ્ય મહેમાન ભુપતભાઈ ભુવા, મુખ્યા વકતા ભાવેશભાઈ વ્યાથસ વિ.એ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા પ્રેરક વકતવ્યો આપ્યા, હતા. આ તકે ધો.૧૧ તથા ૧૨ ના કલાસ રેન્કઈર, વિષય રેન્કવર તથા પ્રથમ પ્રયત્ને પાસ કરેલ સીએસ.ફાઉન્ડેદશનના વિદ્યાર્થીઓને મોમેન્ટોગ આપી સત્કા્રવામાં આવ્યા હતા. બહોળી સંખ્યા માં વાલીઓની ઉપસ્થિતી માં યોજાયેલ સમારોહમાં આભારવિધિ પ્રિન્સિપાલ તથા કેમ્પ્સ ડાયરેકટર નિકુંજભાઈ ગઢવાલે તથા સંચાલન હેરશ બાવીશીએ કર્યુ હતું.
Recent Comments