અમરેલી

અમરેલી વિદ્યાસભામાં વૃક્ષોનું જતન કરવાની પ્રેરણા આપતો કાર્યક્રમ યોજાયો

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળાના સંયુકત ઉપક્રમે વિદ્યાસભા સ્‍કૂલ કેમ્‍પસમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સાથે મળી વૃક્ષને રક્ષાબંધનનો કાર્યક્રમનું આયોજન વિદ્યાસભા કેમ્‍પસ સંચાલિત ઈકો અને ફાર્ર્મા કલબ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

વૃક્ષો પ્રત્‍યેનો માનવનો ભાવ અનેલાગણી વ્‍યકત કરતો અને વૃક્ષોના જતન કરવાનું, ઉછેરવાનું પ્રેરણાદાયી કાર્ય સાંપ્રત સમયમાં ખૂબ જ અનિવાર્ય છે. ગ્‍લોબલ વોર્મિંગની સમસ્‍યાનો ઉકેલ વૃક્ષોના ઉછેરથીજ શકય છે. વરસાદ વધારે લાવવા અને પ્રદૂષણમાં ઘટાડો કરી શુઘ્‍ધ ઓકિસજન મેળવવા વૃક્ષોનું જતન અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે વિદ્યાસભા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ વધુ વૃક્ષો વાવીને તેમજ તેનો ઉછેર કરવાનો સંકલ્‍પ લીધો હતો. વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચે તે માટે વિદ્યાર્થીઓએ જાગૃતિનો આ સંદેશ સૌ સમાજના જાગૃત નાગરિકને આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. વિદ્યસભા સ્‍કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અવારનવાર આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડે છે.

Related Posts