fbpx
અમરેલી

અમરેલી વિદ્યાસભા કેમ્‍પસમાં 7રમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક, ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક ગુજરાતી તેમજ અંગ્રેજી માઘ્‍યમ તથા શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા એન્‍જિનિયરીંગ કોલેજ તથા વિદ્યાસભા ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કૂલ અને કે.કે. પારેખ ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ મેનેજમેન્‍ટ સ્‍ટડીઝના સંયુકત ઉપક્રમે 7રમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રજાસતાક પર્વની ઉજવણીમાં મુખ્‍ય અતિથિ તરીકે સ્‍વામી સુધાનંદજી ઉપસ્‍થિત રહયા હતા. અને તેમના વરદ હસ્‍તે ઘ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. તેમની સાથે સંસ્‍થાના મંત્રી ચતુરભાઈ ખુંટ તથા સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ જોડાયેલા હતા. તેમજ તમામ વિભાગના પ્રિન્‍સિપાલ, સ્‍ટાફગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્‍થિત રહી પોતાનો દેશપ્રેમ વ્‍યકત કર્યો હતો.સ્‍વામીજીએ પોતાના ઉદબોધનમાં સ્‍વતંત્રતાની સાથે સાથે શિસ્‍ત તથા સંયમ પાલન કરવાની શીખ આપી હતી. કોરોનાની મહામારી તેમજ સંસ્‍થાના ટ્રસ્‍ટી બિહારીભાઈ ગાંધીના દુઃખદ અવસાનથી કાર્યક્રમ ખૂબ સાદાઈથી ઉજવાયો હતો.

Follow Me:

Related Posts