અમરેલી વિદ્યાસભા કેમ્પસમાં દોડ સ્પર્ધાનું આયોજન
ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ ઘ્વારા દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 100 મી., ર00 મી. તથા 400 મી.દોડનું આયોજન કરવામાં આવેલ હતું. ધોરણ 6થી 1રનાં 1પ0 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે રાખોલિયા ગીતાબેન, વ્યાસ પરેશ, રૂપારેલીયા જીનલબેન તથા ત્રિવેદી સેજલબેન ઉપસ્થિત રહૃાા હતા. અંતે 100 મી. અને 400 મી. દોડમાં વિજેતા થયેલ ખેલાડીઓને એકથી ત્રણ નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Recent Comments