fbpx
અમરેલી

અમરેલી વિધાનસભાના ઉમેદવાર કૌશિક વેકરીયા દ્વારા અમરેલીના વેપારીઓનું એક સ્નેહમિલન યોજાયુ

અમરેલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કૌશિકભાઈ વેકરીયા ના સમર્થનમાં આજે અમરેલીના વેપારીઓનું એક સ્નેહમિલન યોજાયું હતું જેમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ,અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન પીપી સોજીત્રા, અમરેલીના ખ્યાતનામ ડોક્ટર ભરતકાનાબાર તેમજ હાલ ભાજપમાં પ્રવેશ મેળવેલા અમરેલી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશભાઈ નાકરાણી, ભાગ્યલક્ષ્મી મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

વેપારી સ્નેહ મિલનમાં વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમરેલી શહેરની ખ્યાતનામ અને મોટી પેઢીઓ ચલાવતા વેપારીઓની હાજરી જોવા મળી હતી આ બેઠકમાં કૌશિકભાઇ વેકરીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના તરફથી વધુમાં વધુ મતદાન કરાવવા વેપારીઓને અપીલ કરી હતી તેમજ વેપારીઓને પડતી કોઈ પણ મુશ્કેલીઓમાં અડધી રાતનો હોકારો બની તમામ સમસ્યા માટે હું દરેક વેપારીની સાથે રહીશ તેવું આશ્વાસન ઉમેદવાર દ્વારા આપવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts