અમરેલી વિધાનસભાના રોડ-રસ્તાના કામો બાબતે કૌશિક વેકરિયા એક્શન મોડમાં.
ત્રણ દિવસ પહેલા અમરેલી તાલુકાના રાંઢીયાથી રીકડીયા વચ્ચે ચાલતાv રોડના કામની સ્થળ તપાસ કરતા અને ખેડૂતોની રજૂઆત મળતા પાણીના નિકાલ માટે બનાવેલ દિવાલ નબળી ગુણવત્તાની જણાઈ આવતા અધિકારીઓને બોલાવી તાત્કાલિક કામ અટકાવીને 30 લાખ કરતા વધુ રકમની દિવાલ તાત્કાલિક તોડાવી ફરીથી ગુણવત્તા યુક્ત કામગીરી કરવા કડક સૂચના આપતા તંત્ર અને કોન્ટ્રાક્ટરોમાં રીતસર ફફડાટ વ્યાપી ગયેલ છે. અમરેલી તાલુકાના રંગપુર- સણોસરા રોડ ઉપર સ્થાનિક આગેવાનોની માટીકામ બાબતની રજૂઆતને ધ્યાને લઈ સ્થળ તપાસ કરતા ત્યાં નબળી ગુણવત્તા જણાતા ૨૦૦ મીટર કરતાં વધારે લંબાઇમાં એજન્સીના સ્વખર્ચે માટીકામ કઢાવી નવેસરથી તેમની રૂબરૂમાં કામગીરી કરાવતા સ્થાનિક લોકોમાં ખુશી વ્યાપી હતી. અમરેલી તાલુકાના નાના માચીયાળાથી આકડીયા રોડનું કામ જે અઢી વર્ષ કરતા વધારે સમયથી કામ કરતી એજન્સીના આંતરિક પ્રશ્નોના લીધે બંધ હતું તે સ્થળ મુલાકાત કરી એજન્સી વિરુદ્ધ પગલાં ભરાવી તાત્કાલિક કામ શરૂ કરાવેલ તથા ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની એજન્સીને કડક તાકીદ કરતાં લોકોને હવે લાગી રહ્યું છે કે, હવે લોકોના કામ ઝડપથી થશે અને ગુણવત્તાવાળા થશે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ખોરંભે ચડેલ અમરેલી તાલુકાના લાલાવદરથી ચક્કરગઢ વચ્ચેના રસ્તાનું કામ ઇજારદાર વિરુદ્ધ પગલા ભરાવી તાત્કાલિક શરૂ કરાવેલ તથા ચોમાસા પહેલા પૂર્ણ કરવાની લેખિત બાંહેધરી D:\OFFICE DATA\K V OFFICE DATA\PRESS NOTE\PRESS NOTE – 03 06 23.DOCX મેળવતા હવે આ કામ પણ ચોમાસા પહેલા પૂર્ણ થશે એવો લોકોમાં આશાવાદ
જાગ્યો છે.
અમરેલી તાલુકાના વિઠ્ઠલપુરથી ગાવડકા વચ્ચેના રોડનું કામ સ્થાનિક પ્રશ્નોના લીધે મંજૂર થવામાં વિલંબ થતો હતો તેનું નિરાકરણ લાવી રૂપિયા ૨૦૦ લાખ કરતાં વધારે રકમની મુખ્યમંત્રી શ્રી પાસે ખાસ કિસ્સામાં એક્સેસ મંજૂર કરાવી ખેડૂતોના હિતમાં તેમની જરૂરિયાત મુજબ કામ શરૂ કરાવેલ છે. ચૂંટણી સમયે પ્રવાસ દરમિયાન આપેલ વચન મુજબ સાંગા ડેરી, જાળીયા , શેડુભાર તથા ચલાલા-ગરમલી સહિતના ગામોના અગત્યના બ્રિજના કામો કે જે ચોમાસા દરમિયાન વરસાદના કારણે આ ગામો નદીના પ્રવાહના કારણે સંપર્ક વિહોણા થઈ જવાના પ્રશ્ન વર્ષોથી રહેતા હોય, તે ચૂંટણી જીત્યાના ચાર મહિનાની અંદર આ કામો ખાતમુહૂર્તથી લોકાર્પણ કરવા સુધીનું કામ જાગૃત ધારાસભ્યશ્રીએ પૂર્ણ કરેલ છે. કુકાવાવ તાલુકાના ખજુરી- રણુજાધામ તથા જંગર- સનાળા રોડનું કામ જે છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી રાજકીય વિવાદના કારણે અટકેલ હતું તેમાં અંગત રસ લઇ તમામને સાથે રાખી ૩ મહિનામાં કામ પૂર્ણ કરાવેલ છે.અમરેલી મત વિસ્તાર હેઠળના કુકાવાવ તાલુકાના ખાન ખીજડીયા ઢૂંઢીયા-પીપળીયા રોડનું કામ ચૂંટણી સમયે આપેલ વચન મુજબ ત્રણ મહિનામાં
પૂર્ણ કરાવેલ છે. વિવિધ કામો સ્થળ મુલાકાત લઈ મજબૂત બને તે માટેનો વેકરિયાએ કડક સંદેશ આપી દીધો હોવાથી હવે નબળા કામ કરનાર ફફડી ઉઠ્યા
છે. હાલ અમરેલી વિસ્તારના અમરેલી તાલુકાના અને કુંકાવાવ વડીયા તાલુકાનાં વિવિધ ગામોના અંદાજે 15 કરોડના કામો પ્રગતિમાં હોવાનું અમરેલીનાં
ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડકની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
Recent Comments