આંતરમાળખાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તે માટે ૧૨ કરોડના ખર્ચે સેન્ટર-પોઈન્ટ અમરેલી થી હમીરજી સર્કલ બાયપાસ સુધી સીસી રોડ તથા ગટર, ટોડા જરખીયા અડતાળા શેડુભાર રોડ ૧૭ કરોડ, ચાડીયા-લાપાળીયા રોડ માટે ૮૦ લાખ, અમરેલી ફતેપુર રોડ ૭૫ લાખને મળી મંજૂરી. વિકાસકામોને અવિરત વેગવંતા બનાવતા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા,ટુક સમયમા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમરેલી તા.૨૯ ઓગસ્ટ,૨૦૨૪ (ગુરૂવાર) આંતરમાળખાકીય સવલતો એ વિકાસની પારાશીશી છે. અમરેલી વિધાનસભા વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તેમજ વિધાનસભા વિસ્તારના નાગરિકોને રોડ રસ્તા અને ગટર સહિતની પાયાની સુવિધાઓમાં સરળતા થાય તે માટે સરકાર દ્વારા વિવિધ વિકાસકામો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે.
વિધાનસભા વિસ્તારના વિકાસ માટે સતત ચિંતિત એવાં અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ વિવિધ રસ્તાના મજબૂતીકરણના કામો માટે રૂ. ૩૦.૫૫ કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાવી છે. ચાડીયા-લાપાળીયા રોડનું કુલ રૂ. ૮૦ લાખના ખર્ચે સોનારિયા ગ્રામ્યવિસ્તારમાં સીસીરોડ તેમ જ આનુશાંગિક સવલતો અમરેલી ફતેપુર રોડ રૂ. ૭૫ લાખના ખર્ચે ફતેપુરા ગ્રામ્ય વિસ્તારથી વિઠ્ઠલપુર ચોકડી સુધી સીસીરોડ તેમ જ આનુષાંગિક માળખાના વિકાસ માટે તેમ જ ચાવંડ લાઠી અમરેલી રોડ રૂ. ૧૨ કરોડના ખર્ચે હમીરજી સર્કલ બાયપાસથી સેન્ટર પોઈન્ટ અમરેલી સુધી સીસીરોડ,વરસાદી પાણીના નિકાલ માટે ગટર જેવી સુવિધાઓ તેમજ ટોડા-જરખીયા-અડતાળા-શેડુભાર રોડ રૂ. ૧૭ કરોડના ખર્ચે રીસર્ફેસિંગ તેમજ આનુષાંગિક સુવિધાઓમાં ઉમેરો કરવા જેવા કામો ટુંક સમયમાં જ હાથ ધરવામાં આવશે એવું ધારાસભ્યશ્રીએ તેમની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments