અમરેલી

અમરેલી-વેરાવળ અને અમરેલી-જૂનાગઢ વચ્‍ચે મીટરગેજ ટ્રેન શરૂ

યાત્રિઓની માંગ અને સુવિધાને ઘ્‍યાનમાં રાખીને રેલ્‍વે બોર્ડ પશ્ચિમ રેલ્‍વે ભાવનગર ડિવિઝનની અમરેલી- વેરાવળ- અમરેલી (009પ08/ 09પ0પ) અને અમરેલી- જૂનાગઢ- અમરેલી (09પ39/ 09પ40) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનોનિર્ણ્‍ય લીધો છે. આ વિશેષ ટ્રેનોનું ભાડું મેલ/ એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચના ભાડા જેટલું હશે. ઉપરોકત બંને વિશેષ ટ્રેનોની વિગત નીચે મુજબ છે.

1.) અમરેલી- વેરાવળ- અમરેલી (09પ08/ 09પ0પ) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન : ટ્રેન નંબર 09પ0પ વેરાવળ – અમરેલી 16 મી ડિસેમ્‍બર, ર0ર1થી દરરોજ બપોરે 1રઃપ0 કલાકે વેરાવળ સ્‍ટેશનથી ઉપડશે અને 18:00 કલાકે અમરેલી સ્‍ટેશને પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09પ08 અમરેલી- વેરાવળ 17મી ડિસેમ્‍બર, ર0ર1થી દરરોજ બપોરે 1રઃ0પ કલાકે અમરેલી સ્‍ટેશનેથી ઉપડશે અને 17:ર0 કલાકે વેરાવળ સ્‍ટેશન પહોંચશે. ઉપરોકત ટ્રેન બંને દિશામાં અમરેલી પરા, ચલાલા, ધારી, ભાદર, જેતલવડ, વિસાવદર, સતાધાર, કાંસીયા નેસ, સાસણ ગીર, ચિત્રાવડ, તાલાલા અને સવની સ્‍ટેશનો પર ઉભી રહેશે.

ર) અમરેલી- જૂનાગઢ- અમરેલી (09પ39/ 09પ40) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન : ટ્રેન નંબર 09પ39 અમરેલી- જૂનાગઢ 17મી ડિસેમ્‍બર, ર0ર1થી દરરોજ 6:રપ કલાકે અમરેલી સ્‍ટેશનથી ઉપડશે અને જૂનાગઢ સ્‍ટેશને 10:1પ કલાકે પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09પ40 જૂનાગઢ- અમરેલી 17મી ડિસેમ્‍બર, ર0ર1 થી દરરોજ 17:40 કલાકે જૂનાગઢ સ્‍ટેશનથી ઉપડશે અને ર1:30 કલાકે અમરેલી સ્‍ટેશન પહોંચશે. ઉપરોકત બંને ટ્રેન બંને દિશામાં અમરેલીપરા, ચલાલા, ધારી, ભાદર, જેતલવડ, વિસાવદર, જુની ચાવંડ, બિલખા અને તોરણીયા સ્‍ટેશનો પર ઉભી રહેશે.

રેલ્‍વે એડમિનિસ્‍ટ્રેશન મુસાફરોને માસ્‍ક પહેરવા, સામાજિક અંતરની પ્રેકિટસ કરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્‍ડવોશથી હાથ ધોવા અને કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરે છે.

Related Posts