અમરેલી શહેરના ઓ.જી. વિસ્તારો માટે રૂા. ૬ કરોડ ૬૪ લાખની આઉટ રાઇટ ગ્રાન્ટને મંજૂર કરાવતા કૌશિક વેકરિયા
સરકારમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની વજનદાર રજૂઆતના પગલે પ્રજાપ્રિય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા લાંબા સમયથી અમરેલી શહેરના વિકાસ માટે અને આઉટ ગેઇન વિસ્તારના પ્રજાજનોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થાય તે માટેની પડતર માંગણીનો સ્વીકાર કરી સૈધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. નગરપાલિકા અમરેલી દ્વારા પણ આ બાબતે ધારાસભ્ય કૌશિક વેકરિયાને રજૂઆત કરવામાં આવતા, પ્રજાહિતના આ પડતર પ્રશ્નને વેકરિયા દ્વારા ત્વરિત હાથમાં લઇ રાજ્ય સરકારમાં મજબૂત રજૂઆત કરવામાં આવેલ. જેના પગલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા
અમરેલી શહેરના વિવિધ વોર્ડના રહીશો માટે સીમેન્ટ કોંક્રીટના ટ્રીમીક્ષ D:\OFFICE DATA\K V OFFICE DATA\PRESS NOTE\PRESS NOTE –
રોડ અને સિમેન્ટ રોડ સાથે ડ્રેનેજની લાઇનોના રૂા. સાડા છ કરોડથી પણ વધુના કામોની સૈધાંતિક મંજૂરી મળેલ છે. ઉક્ત મંજૂરી મળતા આગામી દિવસોમાં શહેરના પ્રાથમિક સુવિધાના વિકાસ કામો હાથ પર ધરાશે અને અમરેલીનો વિકાસ વેગવંતો બનશે એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
Recent Comments