અમરેલી

અમરેલી શહેરના બહારના વિસ્તારમાં કાચાં ઝુંપડામાં રહેતા ગરીબ કુટુંબોમાં રેડક્રોસ દ્ધારા ઘરવખરી સાથેની ૩૦૦ કીટોનું વિતરણ

કોરોનાના પ્રથમ વેવ દરમ્યાન ૭૦૦૦ થી વધુ રાશન કીટોનું જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ, બીજા વેવમાં જિલ્લાના દર્દિઓઓ માટે વિનામુલ્યે બે એમ્બ્યુલન્સની સેવા શરૂ કર્યા પછી હવે વાવાઝોડામાં અમરેલી શહેરના બહારના વિસ્તારમાં કાચાં મકાનો અને ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારોમાં ડો. ભરત કાનાબાર અને તેમની ટીમે ઘરવખરી સાથેની ૩૦૦ કીટોનું વિતરણ કર્યુ હતું. રેડક્રોસ સોસાયટી દ્ધારા તૈયાર કરાયેલ આ કીટમાં, તાલપત્રી, રસોઈ બનાવવાના બે વાસણોનો સેટ, પ્લાસ્ટીકની ડોલ સહિતની ઘરવખરીની સામગ્રી રાખવામાં આવેલ.

આજે ફતેપુર બાયપાસ, કુંડલા રોડ બાયપાસ, કુંકાવાવ રોડ, જેશીંગપરાનો રામપરા વિસ્તાર તથા બ્રાહમણ સોસાયટીની બહારના વિસ્તારમાં રહેતાં પરિવારોમાં આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્ય માં ડો. કાનાબાર સાથે મધુભાઈ આજુગીયા, કમલેશભાઈ ગરાણીયા, વિપુલભાઈ બોસમીયા, જયેશભાઈ ટાંક, દીપકભાઈ વઘાસીયા, વિપુલભાઈ ભટ્ટી, ચેતનભાઈ રાવળ, કાઉન્સેલર વિપુલભાઈ, રેડક્રોસ સોસાયટી ગુજરાતના ડીઝાસ્ટર મેનેજમેન્ટના ગામીભાઈ, દીપ બોસમિયા, હીરેનભાઈ જોષી, તુલસીભાઈ મકવાણા, નયન જોષી તથા લાલો (જોષી) વિગેરે જોડાયા હતાં.

Related Posts