અમરેલી શહેરના ભાગાળે આવેલ “ઠેબી નદી’ માં ભુગર્ભ ગટર હોવા છતા શહેરનું ગંદુ પાણી નદીમાં છોડી પ્રદુષણ થવા અંગે તેમજ આ નદીમાં ઉદભવેલ “ગાંડી વેલ” દુર કરવા માંગ
અમરેલી શહેરની ભાગોળે આવેલ “ઠેબી નદી’’ માં હાલ ચોમાસાનું ડેમમાંથી છોડાયેલ સ્વચ્છ પાણી ભરાઇ રહેલ છે. જેમાં અમરેલી શહેરમાંથી આવતુ ગંદુ પાણી ભુગર્ભ ગટ૨માં છોડવાના બદલે અમરેલી નગરપાલિકા દ્વારા આ નદીમાં છોડવામાં આવે છે. જેથી ક૨ીને આ સમગ્ર નદીનું પાણી ગંદુ થયેલ છે. મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ગંદકી થવાથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યુ છે. આમ આવી બેદરકારીથી હાલ કોરોના કાળની પણ વધારો થઇ શકે તેમ છે. નાટે આપ સાહેબને રજુઆત કરીએ છીએ કે આપ સાહેબ આ શહેરમાંથી આવતુ ગંદુ પાણી આ નદીમાં ભળતુ અટકાવીને ભુગર્ભ ગટ૨માં વહેતુ થાય તેવી વ્યવસ્થા કરશો.
તેમજ આ ઠેબી નદીમાં ગાંડી વેલનો ખુબ જ ઉપદ્રવ વધી ૨હયો છે. તો આ ગાંડી વેલ દર વર્ષે પાલિકા દ્રારા દુર કરવામાં આવે છે. તો આ કાર્ય વહેલાસર કરવા અને ગાંદી વેલને દૂર ક૨વા માંગ
Recent Comments