અમરેલી શહેરની મધ્યે સરકારવાડા વિસ્તારમાં પોૈરાણીક શ્રી રામચંદ્રજીનું મંદિર આવેલ છે, આ જગ્યા ઉપર ધામિક કાર્યક્રમ, કીર્તન, ભજન જેવા દરરોજ કાર્યક્રમ થાય છે, અને આ જગ્યાએ ચોમાસા દરમ્યાન ખુબ કીચડ થાય છે, અને પાણીનો ભરાવો થાય છે, જેનાથી આ મંદિરે આવતા દર્શનાર્થીઓને ખુબ મુશ્કેલીઓ પડે છે,આ જગ્યાની બાજુમાં ખુબ જ ગંદકી છે જે ગંદકી હટાવી આ જગ્યાએ બ્લોક પેવીંગ રોડ કરવાની ખુબ જરૂરીયાત હતી, આથી અમરેલી શહેરના રામભકતોએ અમરેલીના યુવા ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સમક્ષ રજુઆત કરી હતી., આથી રજુઆત સાંભળીને તુરંત જ ધારાસભ્યશ્રીની ગ્રાંન્ટમાંથી અમરેલી શહેરની મધ્યે સરકારવાડા વિસ્તારમાં પોૈરાણીક રામચંદ્રજીનું મંદિરેે બ્લોક પેવીંગ રોડ બનાવવાનાના કામે નાણાંની ફાળવણી કરતા અમરેલી શહેરના રામભકતોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
અમરેલી શહેરના રામભકતોમાં આનંદની હેલી. અમરેલી શહેરની મધ્યે સરકારવાડા વિસ્તારમાં આવેલ પોૈરાણીક રામજીમંદિરની આજુબાજુ બ્લોક પેવીંગ રોડ બનાવવાના કામે રૂા. ર,૧૧,૦૦૦/– ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી

Recent Comments