અમરેલી

અમરેલી શહેરના રોડ રસ્તાઓના કામ મંજુર થયેલ છે જે ત્વરીત શરૂ કરવાની રજુઆત કરતા : પરેશ ધાનાણી
ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા શા માટે હિરામોતી ચોકથી ધાનાણી શેરીનો રોડ બનાવવાનું અટકાવેલ છે ? : પરેશ ધાનાણી
હિરામોતી ચોક માં આવેલ નાગેશ્વર મહાદેવના મંદિરની પાસે રોડ અતિ બિસ્માર હાલતમાં શિવ ભકતોમાં રોષ

સમગ્ર અમરેલી શહેરમાં રોડ–રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની ગઈ છે, રોડ–રસ્તાઓ પાછળ પ્રજાના કરોડો રૂપીયાનું આંધણ થાય છે, કારણ કે રોડ–રસ્તાઓનાં મોટા કોન્ટ્રાકટ રાખતા કોન્ટ્રાકટરો ડાઉનમાં ટેન્ડર ભરીને કામ મેળવે છે અને કામ મળી ગયાં પછી અધિકારીઓ સાથે મીલીભગત કરી નબળી ગુણવંતાવાળુ રસ્તાઓનું કામ થાય છે, પરીણામે ગણતરીના દિવસો માં જ કરોડો રૂપીયાના ખર્ચે બનાવેલ રોડ ખાડાં ખડીયા વાળો ખખડધજ બની જાય છે, અને આમ જનતાને મુશ્કેલીનો સામનો કરે છે, સમગ્ર અમરેલી જીલ્લાના રસ્તાઓ બનાવવા માટે રોડ માફીયાઓ કબ્જો જમાવીને બેઠા છે, જેની સામે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત સરકાર કેમ મોૈન બેઠા છે ?

હાલમાં અમરેલી નગરપાલિકામાં ભાજપનું શાસન છે આજે અમરેલી શહેરની હાલત અત્યંત કફોડી બની ગઈ છે અમરેલી શહેરની જાહેર જનતા પોતાના પરસેવાની કમાણીના રૂપીયા વેરા સ્વરૂપે અમરેલી નગરપાલિકાને ચુકવે છે પરીણામે સુવિધાના નામે અમરેલીની જનતાને માત્રને માત્ર આસવાસન મળે છે અમરેલી શહેરના મોટા ભાગના રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ પરિસ્થિતીમાં છે.
અમરેલી શહેરમાં હિરામોતી ચોક ઉપર આવેલ પોૈરાણીક નાગેશ્વર મહાદેવની મંદિર પાસેની શેરી ધાનાણી શેરીના રોડ મંજુર થયેલ અને ખોદાણ પણ કરેલ છે આ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાએ તે અટકાવેલ છે જે ખુબ જ દુ:ખ બાબત છે, અને આ મંદિર સવાર–સાંજ આજુબાજુના રહીશો દર્શનાર્થીે જતા હોય તેઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.

અમરેલી શહેરના રોડ રસ્તાઓ મંજુર થયેલ જે ત્વરીત બનાવવાની રજુઆત અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ પ્રાદેશિક કમિશ્રર નગરપાલિકાઓ કચેરી, ભાવનગરને રજુઆત કરેલ છે અને આગામી દિવસોમાં જો આ કામ શરૂ નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

Related Posts