અમરેલીની પ્રજાને એક માત્ર શાકમાર્કેટ હોય, જેના તમામ મુખ્ય માર્ગો તોડેલ છે અને અત્યારે શ્રાવણ માસ ચાલુ અને અમરેલી શહેરની જાહેર જનતાને અવાર નવાર શાકમાર્કેટમાં ખરીદી કરવા આવતા હોય અને આગામી દિવસોમાં, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે અને અમરેલી શાકમાર્કેટનાં તમામ મુખ્ય માર્ગો તોડેલ છે જેનાથી ધૂળ, ડમરી ઉડે છે, જેનાથી રોગચાળો થવાની સંભાવના છે, આ પ્રશ્નને લઇ અમરેલી ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રાદેશિક કમિશ્નરને અમરેલી શાકમાર્કેટનાં તમામ મુખ્ય માર્ગોને વિકાસની આવતી ગ્રાન્ટમાં પ્રાયોરીટી આપી ત્વરિત રસ્તાઓની મંજુરી આપવા રજૂઆત કરી હતી.
અમરેલી શહેરની જૂની શાકમાર્કેટનાં ખખડધજ માર્ગો તાત્કાલિક રીપર કરવા ધારાસભ્ય પરેશ ધાનાણીની રજૂઆત



















Recent Comments