અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી મહિલા મોરચા દ્વારા છેવાડાના વિસ્તારની મહિલાઓની સમસ્યાઓ બાબતે બેઠક યોજાઇ
અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ કિરણબેન ઉકાણીની આગેવાનીમાં અમરેલીના છેવાડાના વિસ્તારમાં અમરેલી શહેર મહિલા પ્રમુખ ચેતનાબેન સેંજળીયા અને આ વિસ્તારના દયાબેનના માર્ગદર્શન પ્રમાણે મહિલાઓને સાથે રાખી અને આ વિસ્તારની તમામ સમસ્યાઓ સાંભળવામાં આવી હતી અને એ તમામ સમસ્યાઓને સરકારમાં રજૂઆત કરી અને એનો તાત્કાલિક ઉકેલ આવે એવી વ્યવસ્થા ગોઠવવા કિરણબેન ઉકાણીએ હાંકલ કરી હતી.. મહિલાઓએ પણ આ વિસ્તારની પોતાની દરેક સમસ્યાઓ વિશે રજૂઆત કરી હતી.. એ આમ આદમી પાર્ટીના દરેક હોદ્દેદારો તેમજ કાર્યકરોએ શાંતિથી સાંભળી અને અમે આ સમસ્યાઓના નિવારણ માટે તમારી સાથે છીએ એવું વચન આપ્યું હતું..
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા,સંગઠન મંત્રી રવિભાઈ ધાનાણી,શહેર પ્રમુખ ભાર્ગવભાઈ મહેતા, ઉપપ્રમુખ પ્રિતેશ ચૌહાણ,cyss પ્રમુખ ધરમ ઉકાણી,તુષારભાઈ ગૌસ્વામી,વિરેન્દ્ર વાઘેલા,શૈલેષભાઈ ભાદાણી, મિલન સાવલિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments