fbpx
અમરેલી

અમરેલી શહેરમાં આવેલ રાજમહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કાર્યવાહી હાથ ધરાશે

મ્યુઝિયમ બનાવવાની રજૂઆતને ધ્યાને રાખી હેરિટેજના આર્કિટેકટે નિરીક્ષણ કર્યું….
અમરેલી જિલ્લો જ્યારે બરોડા રાજ્યનો ભાગ હતો . ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1892 માં રાજમહેલનું નિર્માણ કર્યું હતું . રાજવી પરિવારના રહેઠાણ માટે બનાવવામાં આવેલ આ બે માળના મહેલનો ઉપયોગ લોક દરબારનું આયોજન કરવા માટે થયો હતો . પછીના વર્ષોમાં મહેલની ઈમારતનો ઉપયોગ સરકારી કચેરીઓ તરીકે પણ થતો હતો .       

અમરેલી જિલ્લો જ્યારે બરોડા રાજ્યનો ભાગ હતો . ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1892 માં રાજમહેલનું નિર્માણ કર્યું હતું . રાજવી પરિવારના રહેઠાણ માટે બનાવવામાં આવેલ આ બે માળના મહેલનો ઉપયોગ લોક દરબારનું આયોજન કરવા માટે થયો હતો . પછીના વર્ષોમાં મહેલની ઈમારતનો ઉપયોગ સરકારી કચેરીઓ તરીકે પણ થતો હતો .  ઈતિહાસ , પરંપરા અને સંસ્કૃતિની જાળવણી આવનારી પેઢી માટે અત્યંત જરૂરી છે . રાજમહેલને મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવે તો અમરેલીના લોકો માટે ગાયકવાડી રાજવંશનું લોકપ્રિય સંભારણું રહેશે . ત્યારે આગામી દિવસોમાં રાજમહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકાસવાની કાર્યવાહી હાથ ધરાશે . આજે જિલ્લા કલેકટર અને હેરિટેજના આર્કિટેક્ટઓએ રાજમહેલનું નિરીક્ષણ કર્યું હતું

Follow Me:

Related Posts