અમરેલી શહેરમાં આવેલ સરકારી પુસ્તાકલય (લાયબ્રેરી)માં આજુબાજુ ગામના નવ યુવાનો વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે તેમજ સરકારી નોકરી માટેની પરીક્ષા પાસ કરવા માટે વાંચવા માટે અમરેલી મથકે આવતા હોય જેઓને પીવાના પાણી ની વ્યવસ્થામાં અગવડતા હતી આથી આ પીવાના પાણીની વ્યવસ્થા માટે અમરેલીના નવયુવાનો દ્રારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટમાંથી અમરેલી શહેરમાં સરકારી પુસ્તાલય (લાયબ્રેરી) માં બે પાણીના પરબ વોટર કુલર બનાવવાના કામે નાણાંની ફાળવણી કરેલ છે. અને આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. અમરેલીના નવયુવાનોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો .
અમરેલી શહેરમાં આવેલ લાયબ્રેરીમાં પીવાના પાણી માટે ર વોટર કુલરના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશભાઈ ધાનાણી

Recent Comments