અમરેલી શહેરમાં ટાવર થી પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર સુધીના રોડનું કામ શરૂ
અમરેલી શહેરમાં ટાવર થી પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હતો . અને આ રસ્તા ઉપર ખુબ જ ખાડા પડી ગયેલ છે . અને ચોમાસાના પાણીનો ખુબ જ ભરાવો થતો હતો , અને જેના કાદવ કીચડ થતું હતું . આ જગ્યાએ જૈન દેરાસર સ્વામિનારાયણ મંદિર આવતા લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો , ત્યાં વોર્ડ નં ૯ ના જાગૃત કોંગ્રેસના નગરસેવક અરફ રાઠોડ ( ખનખન એ ક્લેક્ટર , ચીફ ઓફીસર નગરપાલિકાને આ રોડ ત્વરીત નવો બનાવવાની ધારદાર રજુઆત કરીને રોજ મંજુર કરાવેલ જેનું કામ પણ શરૂ થઈ જતા ત્યાં રહીશોએ કોંગ્રેસના નગરસેવક અશરફ રાઠોડ ( ખનખન ) નો ખુબ ખુબ આભાર માન્યો હતો .
Recent Comments